ભિલોડાના ગઢિયામાં મહિલાને તું ડાકણ છે તેવો વહેમ રાખી જેઠ, જેઠાણી અને તેના પરિવાર દ્વારા મહિલાને અર્ધનગ્ન કરીને બેરહેમી પૂર્વક માર મારવાના પ્રકરણમાં શામળાજી પોલીસે મહિલાના પતિ અને જેઠ જેઠાણી તેમજ તેના સંતાનો વિરુદ્ધ ગંભીર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરતાં પોલીસે તમામને પકડી લીધા હતા.
ગઢિયામાં પતિ દ્વારા મહિલા ઉપર ચારિત્ર્ય અંગે શક રાખી મારઝૂડ કરવાના ગુનામાં મહિલાને જેઠ,જેઠાણી અને તેના સંતાનો દ્વારા તું ડાકણ છે મારા બાપુજીને ખાઈ ગઈ છે તેમ કહી મહિલા અને માનસિક ત્રાસ અપાતો હતો. ત્રણ દિવસ અગાઉ પિયરમાંથી સાસરીમાં આવેલી મહિલાને ધોળેદહાડે તેના કુટુંબીજનો દ્વારા ઘરમાંથી બહાર ખેંચીને અર્ધનગ્ન હાલતમાં કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં મહિલાની જેઠાણી અને તેના પુત્રો દ્વારા મહિલાની સાડી કાઢી નાખી અર્ધનગ્ન હાલતમાં જાહેરમાં તેને લાકડીઓ વડે બેરહેમી પૂર્વક માર મરાયો હતો.
સમગ્ર પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને પીડિત મહિલા અને તેના પરિવારજનો દ્વારા રજૂઆત કરાતાં એસપીએ તપાસના આદેશ કર્યા હતા. સમગ્ર પ્રકરણને લઈને શામળાજી પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના પતિ, જેઠ, જેઠાણી અને તેના સંતાનો સહિત સાત લોકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પકડી લીધા હતા.
મહિલાને મારનાર આ લોકોને પોલીસે પકડ્યા
હિતેન્દ્ર રૂપા ભગોરા (પતિ), મંજુલાબેન બાબુ ભગોરા, સંજયકુમાર બાબુ ભગોરા, દિપકકુમાર બાબુ ભગોરા, ઉમેશ બાબુ ભગોરા, અશોક બાબુ ભગોરા, ગીતાબેન બાબુ ભગોરા તમામ રહે. ગઢિયા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.