કોઈપણ અરજદાર પોતાના કામકાજ માટે સરકારી અમલદાર પાસે જતો હોય છે. ત્યારે સરકારી અમલદારને કામ માટે સરકાર વેતન પણ ચુકાવતી હોય છે, પરંતુ જ્યારે સરકારી અમલદારને લોભ લાગે ત્યારે ક્યારેક અરજદાર કંટાળીને છટકું ગોઠવતા હોય છે. આવી જ એક ઘટના મોડાસા પ્રાંત કચેરીમાં સામે આવી છે.
મોડાસા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક પુરાણી મોડાસા પ્રાંત વિસ્તારમાં આવતા અરજદારોના પરવાના રીન્યુ કરવાનું કામકાજ કરતા હતા. ત્યારે એક અરાજદારે ખેતી પાક રક્ષણના હથિયાર રીન્યુ કરવા માટે મોડાસા પ્રાંત કચેરીમાં અરજી કરી હતી. જેથી આ અરજી અનુસંધાને અરજદાર પ્રાંત કચેરીમાં પરવાના બાબતે તપાસ કરવા ગયો ત્યારે પ્રાંત કચેરીના સિનિયર ક્લાર્ક રોહિત પુરાણીએ 500 રૂપિયાની લાંચ માગી હતી. જેથી અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી અરવલ્લી જિલ્લા એસીબીમાં જાણ કરી છટકું ગોઠવ્યું હતું. તે મુજબ પ્રાંત કચેરીના રોહિત પુરાણીને 500 રૂપિયા આપવા જતા એસીબીના અધિકારીઓએ રંગે હાથ ઝડપી લીધા અને ત્યાંથી પંચો રૂબરૂ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વની બાબતએ છે કે, એસીબીના છટકામાં ઝડપાયેલા સિનિયર ક્લાર્ક રોહિત પુરાણી પોતાની ફરજ પરથી નિવૃત્ત થવાને ફક્ત 27 દિવસ બાકી હતા અને એસીબીમાં ઝડપાતા ચકચાર મચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.