ગેરરીતિ:મોડાસા કઉસેવા સહકારી મંડળીના સેક્રેટરીએ રૂ. 85.39 લાખની ગેરરીતિ આચરતાં ફરિયાદ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેક્રેટરીએ પોતાના બે વર્ષના ફરજ કાર દરમિયાન મંડળીની સિલક સહિત નાણાંકીય ગોટાળા કર્યા
  • મંડળીના​​​​​​​ ચેરમેનની ફરિયાદના આધારે મોડાસા રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી

મોડાસા તાલુકાની કઉ સેવા સહકારી મંડળીના સેક્રેટરીએ પોતાના બે વર્ષના ફરજ કાળ દરમિયાન સેવા સહકારી મંડળીના રોજમેળની બોલતી સિલક તેમજ ડીએપી ખાતર અને સભાસદોના કેસીસીના નાણા સહિત કુલ રૂ. 8529020ની નાણાકીય ગેરરીતિ આચરતાં ચકચાર મચી ગઈ હતી. મંડળીના ચેરમેને મોડાસાના રૂલાલ પોલીસ સ્ટેશનમાં સેક્રેટરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સેક્રેટરી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોડાસાની કઉ સેવા સહકારી મંડળીના સેક્રેટરી રાજુભાઈ શંકરભાઈ ડાભીએ પોતાની ફરજ કાર દરમિયાન તારીખ 1-4-2017થી 31-3-2019ના સમયગાળ દરમિયાન મંડળીના રોજમેળ ને બોલતી સિલક રૂપિયા 7021694ના વાઉચર આધાર પુરાવા મુક્યા વગર પોતાના ખાતે અંગત કામમાં મંડળીની સિલક વાપરી નાખી

તેમજ મંડળીમાં આવેલી ડીએપી ખાતરની થેલી નંગ 184ના રૂપિયા184000 કૃષિ પ્રધાન ખાતાની ખાતરની થેલી નંગ 207ના રૂપિયા134560 મંડળીના 11 સભાસદો પાસેથી લોનના રૂપિયા 859949 કુલ મળી રૂપિયા 8200193ની કાયમી તદુપરાંત મંડળીના અન્ય ચાર સભ્યોના કેસીસીના વસુલ કરેલ લોનના નાણા રૂપિયા 328827 કુલ મળી રૂપિયા 8529030ની કાયમી ગેરરીતિ આચરી હોવાનું બહાર આવતા જેસલભાઈ સોમાભાઈ કટારાએ મોડાસાના રૂલર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુભાઈ શંકરભાઈ ડાભી રહેવું ક ઉ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...