મોડાસાના સરડોઈ ગામના વતની અને હાલ અમદાવાદ અંકુર રચના વિદ્યાલયમાં ધોરણ -10માં અભ્યાસ કરતી દ્રષ્ટિ કુમારી અક્ષયસિંહ પુવારે સને 2020-21ના કલા પ્રતિભા શ્રેણીમાં સિદ્ધિનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરતાં જિનિયસ ઈન્ડિયન અચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
ચોખાના દાણા પર રિપબ્લિક ડે, જય હિન્દ રાષ્ટ્રીય ધ્વજ વગેરેના ચિત્ર દોરી ભારતમાં નવો રેકોર્ડ કરતાં આ એવોર્ડ ટીવી કલાકાર, ચલચિત્ર કલાકાર, નાટ્યકાર, જીતેન્દ્ર કુમાર ઠક્કર, ઈન્ડિયન વર્લ્ડ રેકોર્ડના ડાયરેક્ટર પવન કુમાર સોલંકી, ગિનિસ વર્લ્ડબુક રેકોર્ડર દિપકકુમાર ભટ્ટ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ વગેરેની ઉપસ્થિતિમાં સિલ્વર ક્રાઉડ હોટેલ અમદાવાદ ખાતે 15મે 2022ના દિવસે એનાયત કરવામાં આવ્યો હતો. સરડોઈ ગામ સહિત સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.