ઇન્શ્યોરન્સ કંપનીએ ફરિયાદ કરી:મોડાસા ખાતે આવેલી સંજીવની હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી રદ કરાઈ; આધાર પુરાવા આધારે નિર્ણય કરાયો

અરવલ્લી (મોડાસા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પીએમજેએવાય યોજના હેઠળ મફત સારવાર આપવામાં આવે છે. ત્યારે આવી સારવાર માટે સરકાર દ્વારા આ યોજના હેઠળ હોસ્પિટલો માન્ય કરેલ છે અને જો પીએમજેએવાય યોજનામાં માન્ય કરેલ હોસ્પિટલો જો દર્દીઓ પાસે પૈસા વસુલ કરે તો સરકારની આ યોજનામાંથી રદ કરવામાં આવે છે.

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પીએમજેએવાય યોજના હેઠળ હોસ્પિટલો માન્ય કરેલ છે એમાની એક સંજીવની હોસ્પિટલ છે. ત્યારે જે લાભાર્થીઓ પાસે પીએમજેએવાય યોજના હેઠળના કાર્ડ છે, તેઓને મફત સારવાર કરવાની હોય છે. ત્યારે સંજીવની હોસ્પિટલમાં એક દર્દી પાસે કાર્ડ હોવા છતાં તે દર્દી પાસેથી હોસ્પિટલ સંચાલકે 31 હજાર રૂપિયા વસુલ કર્યા છે. જે બાબતની ઇન્શ્યોરન્સ કંપની એ સીજીઆરાએમએસ (આયુષ્યમાન ભારત યોજના) પોર્ટલ પર આધાર પુરાવા સાથે ફરિયાદ કરી હતી,

તે ફરિયાદ અનુસાર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ ગ્રેવીએનસ અને રિડ્રેસલ કમિટીની 13 ફેબ્રુઆરીના રોજ બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ મોડાસાની સંજીવની હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી દૂર કરવાનો જિલ્લા આરોગ્ય અધિકારી એ આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...