શિમલા-મનાલીને ફિક્કું પાડતું 'મોડાસા':ડામરનો રોડ કરાની વ્હાઈટ ચાદરથી ઢંકાયો; અનેક પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી ધોધમાર વરસાદ

અરવલ્લી (મોડાસા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ કોઈ વરસાદની સિઝન ફિક્સ રહી ના હોય તેમ ઉનાળામાં પણ વરસાદ ખાબકી રહ્યો છે. ચોમાસા સિવાય પણ જે વિસ્તારમાં વાદળો બંધાય ત્યાં વરસાદ મન મૂકીને તૂટી પડે છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લા સહિત અનેક જગ્યાએ માવઠાની અસર જોવા મળી છે. જ્યાં બરફ જોવા સ્વિત્ઝર્લેન્ડ કે શિમલા જવાની જરૂર નથી કેમકે હાલ ગુજરાતમાં જ ધોધમાર વરસાદ સાથે ઠેર-ઠેર કરા પડી રહ્યાં છે. તેમાં પણ વણીયાદ-મોડાસા માર્ગ પર કરાની ચાદર પથરાઈ હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યાં જોઈએ ત્યાં રસ્તા પર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ધોધમાર વરસાદથી શહેરમાં જ નદીઓ વહેતી થઈ છે. ત્યારે આવો...જાણીએ અનેક રાજ્યોમાં શું છે માવઠાની સ્થિતિ?...

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ
જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ અને ભિલોડા પંથકમાં ભારે કરા સાથે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને મોડાસા અને માલપુર તાલુકામાં વ્યાપક પ્રમાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેતીવાડીમાં વધારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ઉમેદપુર ગામે ખેડૂતો ખેતરમાં ઘઉં કાઢવાની તૈયારીમાં હતા. ત્યાં એકાએક વરસાદ તૂટી પડતા વાઢેલા ઘઉં સંપૂર્ણ પલળી ગયા છે. ગામ આસપાસની નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. ટીંટોઇમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ખેતીમાં ખાસ ઘઉં, ચણા, દિવેલા અને કપાસનો પાક પલળી જતાં ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. ત્યારે ભીલોડા પંથકમાં બુઢેલી ગામે વીજળી પડવાથી ઘેટાં-બકરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક 45 વર્ષીય આધેડનું મોત થતા પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે.

વણીયાદ-મોડાસા માર્ગ પર બરફની ચાદર
વણીયાદ-મોડાસા માર્ગ પર બરફની ચાદર

સમગ્ર રસ્તો બરફની ચાદરથી ઢંકાયો
મોડાસાના વણીયાદ પંથકમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા છે. જ્યાં હાલ ધોધમાર વરસાદ પડતાં વણીયાદ-મોડાસા માર્ગ જાણે કાશ્મીર બની ગયું હોય તેમ રસ્તા પર કરાની ચાદર પથરાઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. શિમલા-કુલુ મનાલીને પણ ફિક્કુ પાડે તેવું વાતાવરણ જોવા મળ્યું છે. હાલ પણ માલપુર,મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. માલપુરનગર અને તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. માલપુરના રાજમાર્ગો નદીઓ બન્યાં છે. ફાગણ માસમાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

કંવાટમાં કરા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ
કંવાટમાં કરા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ

કવાંટમાં વરસાદે ધબધબાટી બોલાવી...
છોટા ઉદેપુર જિલ્લામાં સાંજના સમયે કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં કવાંટ પંથકમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલાક ઠેકાણે કરા પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર બાદ વાદળો ઘેરાયા હતા અને સાંજના 4થી 4:30 વાગ્યાના અરસામાં ક્વાંટ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ક્વાંટના નાની ટોકરી, ચિચબા, કસરવાવ, આમસોટામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત સમલવાંટ ગામે જોરદાર કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે પાવી જેતપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

સંતરામપુરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
સંતરામપુરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

સંતરામપુરમાં ભર ઉનાળે ચોમાસો જામ્યો...
મહીસાગર જિલ્લાના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે શુક્રવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે એકાએક આકાશમાં કાળા વાદળો છવાયા બાદ જિલ્લાના સંતરામપુર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અંદાજીત 20થી 30 મિનિટ જેટલા સમય સુધી પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને સંતરામપુર ગ્રામ્ય પંથકમાં હાલ રવિ પાકની કાપણી ચાલી રહી છે. તેવામાં કાપણીના સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતની ચિંતામાં વધારો થયો છે.

કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાની
કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાની

આકાશી વીજળી પડતાં બાઇક સવારનું મોત...
ડાંગ જિલ્લામાં ફાગણ માસમાં ગાજવીજ સાથે માવઠું પડતાં અષાઢી માહોલ સર્જાયો હતો. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ગાયગોઠણ ગામે આકાશી વીજળી પડતાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે દાઝી જતા આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ડાંગમાં વીજળી પડતાં એક બાઇક સવારનું મોત
ડાંગમાં વીજળી પડતાં એક બાઇક સવારનું મોત
ભીલોડાના બુઢેલી ગામે વીજળી પડવાથી આધેડનું મૃત્યુ
ભીલોડાના બુઢેલી ગામે વીજળી પડવાથી આધેડનું મૃત્યુ
ફાગણ માસમાં ગાજવીજ સાથે માવઠું
ફાગણ માસમાં ગાજવીજ સાથે માવઠું
અન્ય સમાચારો પણ છે...