શહેર હોય કે ગામડું , વધતા જતાં વાહનોના કારણે ટ્રાફિક જામ થવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ત્યારે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કોઈ ને કોઈ હલ શોધવો જરૂરી હોય છે. મોડાસા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પડયું છે. મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની રહ્યી છે. દિવસે ને દિવસે નાના મોટા વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં નવા નવા બાંધકામો પણ થઈ રહ્યા છે એટલે રોડ રસ્તાઓ પર ટ્રાફિક ખૂબ વધારે થાય છે.
વધતા જતાં ટ્રાફિકના પ્રશ્નો તંત્ર માટે માથાના દુઃખાવા સમાન છે. તેને નિવારવા માટે જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પડ્યું છે. જેમાં મોડાસા ચાર રસ્તાથી બજાર તરફના તલાટી ચોરા સુધી એક માર્ગીય (વન વે) રસ્તો જાહેર કર્યો છે. જેથી ચાર રસ્તાથી અંદર તરફ જવા માટે વાહન ચાલકો એક જ રસ્તાનો ઉપયોગ કરી શકશે. જેના કારણે ગીચતા ઘટશે અને ટ્રાફિક નિવારી શકાશે. આમ વધતા જતા ટ્રાફિકને નિવારવા જિલ્લા કલકેટરના સરાહનીય પગલાંને જનતાએ આવકાર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.