સમીક્ષા બેઠક:મોડાસામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે સમીક્ષા બેઠક

મોડાસાએક દિવસ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે અગ્રસચિવ રાજેશ માંજૂએ પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે તેના ભાગરૂપે અધિકારીઓએ સ્થળ તપાસ પણ કરી હતી.

તા.14- 15 ઑગસ્ટના કાર્યક્રમની તૈયારીઓ અને સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓની જરૂરી સૂચનાઓ અપાઇ હતી.તમામ કાર્યક્રમો સુચારુ રૂપે ઉજવાય તે માટે તમામ વિભાગની વ્યવસ્થાની બેઠકમાં ચર્ચા કરાઇ હતી.બેઠકમાં અગ્રસચિવ રાજેશ માંજૂ, જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત,નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમાર અને તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...