ચોરી:નિવૃત્ત શિક્ષકનું શામળાજી મંદિર આગળથી બાઇક ચોરાયું

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડાના ભેટાલીના શિક્ષક શામળાજી દર્શનાર્થે આવ્યા હતા ,ગેટ-2 આગળ બાઇક પાર્ક કર્યુ હતું

શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના દર્શનાર્થે આવેલા ભિલોડાના ભેટાલીના નિવૃત્ત શિક્ષકનું ગેટ નંબર-2 પાસે પાર્ક કરેલું બાઇક અજાણ્યા તસ્કરો ઉઠાવી જતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો.

ભેટાલી ગામમાં રહેતા નિવૃત શિક્ષક રમેશભાઈ ગંગારામ પંડ્યા પોતાનું બાઇક નંબર gj 31co 834 લઈને શામળાજી દર્શનાર્થે આવ્યા હતા. દરમિયાન તેઓ સોમવારે 12:00 શામળાજી મંદિરના ગેટ નંબર 2 ની પાસે બાઇક પાર્ક કરીને મંદિરમાં દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી શિક્ષક બપોરે 2 વાગે પરત આવતાં પોતાનું બાઇક ગાયબ જણાતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...