• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Relatives Attending The Event In Modasa Went To Take Photos; Later Two Smugglers Took The Gift Purse Of 9 Lakhs Placed On The Table And Ran Away; The Incident Was Caught On CCTV

લગ્નની ખુશી નિરાશામાં ફેરવાઈ:મોડાસામાં પ્રસંગમાં આવેલા સંબંધીઓ ફોટો પડાવા ગયા; પાછળથી બે તસ્કરો ટેબલ પર મુકેલા 9 લાખની ભેટના પર્સ ઉપાડી ફરાર; ઘટના CCTVમાં કેદ

અરવલ્લી (મોડાસા)4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈપણ સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં આવતી ભેટ સોગાદો રાખવામાં બેદરકારી કરવામાં આવે તો ક્યારેક તેને કારણે લાખોનું નુકશાન થતું હોય છે. આવી જ એક ઘટના મોડાસા શહેરમાં આવેલા એક પાર્ટીપ્લોટમાં સામે આવી છે. જ્યાં લગ્ન પ્રસંગે આવેલા રોકડ અને દાગીનાના ભેટનું પર્સ ત્રણ સંબંધીઓ ટેબલ પર મૂકી ફોટો પડાવા જતાં બે તસ્કરો 9 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મોડાસાના મેઘરજ રોડ પર આવેલા એક પાર્ટીપ્લોટમાં પ્રજાપતિ પરિવારની દીકરીના લગ્ન હતા. લગ્ન પૂર્ણ થયા બાદ લગ્ન નિમિત્તે આવેલા રોકડ અને દાગીનાના ભેટનું પર્સ ત્રણ સબંધીઓ ગેટ પાસે રાખેલા ટેબલ પર મૂકી લગ્ન મંડપમાં ફોટો પડાવવા ગયા. ત્યારે બે તસ્કરો નવ લાખની રોકડ અને દાગીના ભરેલા પર્સ લઈ દોડતા દોડતા એક કારમાં બેસી પલાયન થઈ ગયા હતા.

નાના કિશોર જેવા લાગતા બે તસ્કરો દ્વારા 9 લાખની ચોરી કરી એક કારમાં બેસી ને જાય છેની સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે કેદ થઈ છે. મોડાસા પોલીસે સીસીટીવી આધારે તસ્કરોની તપાસ હાથ ધરી છે. ત્યારે દીકરીના લગ્નની ખુશીનો પ્રસંગ નિરાશામાં ફેરવાયો છે.

અન્ય સમાચારો પણ છે...