ગ્રાહક આઉટરીચ કેમ્પ:અરવલ્લીમાં જન સુરક્ષા યોજના અંતર્ગત 1127ની નોંધણી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં લીડ બેંક દ્વારા યોજાયેલ કાર્યક્રમ દરમિયાન 16 કરતાં વધુ લાભાર્થીઓને ચેક અને મંજૂરી પત્ર આપવામાં આવ્યા આવ્યા હતા. - Divya Bhaskar
મોડાસામાં લીડ બેંક દ્વારા યોજાયેલ કાર્યક્રમ દરમિયાન 16 કરતાં વધુ લાભાર્થીઓને ચેક અને મંજૂરી પત્ર આપવામાં આવ્યા આવ્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લીડ બેંક ઓફિસ, અરવલ્લી દ્વારા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ગ્રાહક આઉટરીચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 16 કરતા વધુ લાભાર્થીઓને ચેક અને મંજૂરી પત્રો એનાયત કરાયા હતા જિલ્લામાં જોઈએ સરકારની જન સુરક્ષા યોજના અંતર્ગત બેન્કો દ્વારા 1127 વ્યક્તિઓની નોંધણી કરવામાં આવી હતી.

મોડાસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જલ્પાબેન ભાવસાર, નગરપાલિકા પ્રમુખ મોડાસા ડી.ડી. સોલંકી, જીએમ, ડીઆઈસી, અરવલ્લી; સંજય પંડ્યા, ચીફ ઓફિસર મેડાસા, સુનિલ પ્રજાપતિ, ઔદ્યોગિક પ્રમોશન અધિકારી, શ્ હિતેશ સેહગલ, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, વિવિધ બેંકો, નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાક્ષરતા કેન્દ્રના પ્રતિનિધિઓ અને વિવિધ પ્રકારની લોનના લાભાર્થીઓના એક્ઝિક્યુટિવ્સ બ્રાંચ હેડ હિતેશ સેહગલે, LDM, અરવલ્લી એસભાને સંબોધિત કરી હતી.

બેંકોએ રૂ.19.74 કરોડની 774 લોન અરજીઓ મંજૂર કરી છે. જેમાં રૂ. 5.99 કરોડ MSME ને મંજૂર કરવામાં આવ્યા છે, કૃષિ ક્ષેત્રના લાભાર્થીઓને રૂ. 8.40 કરોડ અને છૂટક ધિરાણના રૂ. 5.35 કરોડ. સમગ્ર અરવલ્લી જિલ્લામાં વિવિધ જન સુરક્ષા યોજનાઓમાં વધુ 1127 વ્યક્તિઓની નોંધણી કરવામાં આવી છે.

લગભગ 16થી વધુ લાભાર્થીઓને ચેક અને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેંકોએ સ્ટોલ દ્વારા તેમની સંબંધિત ક્રેડિટ સ્કીમ્સ પ્રદર્શિત કરી હતી જેમાં અધિકારીઓએ મુલાકાતીઓને યુએસપીએસ પર પ્રકાશ પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...