• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Public Meeting To Be Held At Modi Ground In Modasa; The Preparations For The Meeting Have Been Finalized, There Will Be A Huge Crowd

આવતીકાલે નરેન્દ્ર મોદીની જાહેરસભા:મોડાસામાં મોદી ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા યોજાશે; સભાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો, વિશાળ જનમેદની ઉમટી પડશે

અરવલ્લી (મોડાસા)7 દિવસ પહેલા

મોડાસા ખાતે ભાજપના ત્રણેય બેઠકોના ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી આવતીકાલે આવી રહ્યા છે. ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા પીએમ સિક્યુરિટીને ધ્યાનમાં રાખી ડોગ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. હજારો જનમેદની ઉપસ્થિત રહી શકે એટલી કેપેસિટીનો મંડપ વિશાળ સભા માટેનું સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર કાર્ય તેજ બનતું ગયું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદીની સભા યોજવાની છે. હાલ અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા અને બાયડ ત્રણેય બેઠકો કોંગ્રેસ હસ્તક છે. ત્યારે આ ત્રણેય બેઠકો કબ્જે કરવી એ ભાજપ માટે ખાસ જરૂરી છે. ત્યારે મોડાસા ખાતે એન્જિનીયરીંગ કોલેજ પાછળ આવેલા મોદી ગ્રાઉન્ડમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ વિભાગ દ્વારા પીએમ સિક્યુરિટીને ધ્યાનમાં રાખી ડોગ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. હજારો જનમેદની ઉપસ્થિત રહી શકે એટલી કેપેસિટીનો મંડપ વિશાળ સભા માટેનું સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...