મોડાસા મામલતદારના ખોટા સહી-સિક્કા મામલો:અરવલ્લી પોલીસની CDR રિપોર્ટ આધારે તપાસમાં SRP PSIની સંડોવણી ખૂલતા અટકાયત

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
PSIની તસવીર - Divya Bhaskar
PSIની તસવીર
  • મોડાસા નેત્રમ શાખામાં તત્કાલિન પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એચએમ ગઢવીની પૂછપરછ હાથ ધરાઈ

મોડાસા મામલતદારના ખોટા સિક્કા અને લેટરપેડ બનાવીને બોગસ મનાઈ હુકમ બનાવવાના પ્રકરણમાં આઠ માસના લાંબા સમયગાળા બાદ અરવલ્લી પોલીસે આ બોગસ મહેસુલી પ્રકરણમાં મુડેટી એસ.આર.પી.કેમ્પમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એચએમ ગઢવીની સંડોવણી બહાર આવતાં પોલીસે તેની સી.આર.ડી રિપોર્ટ અને સર્વેલન્સ ના આધારે અટકાયત કરી હતી. આગળની તપાસ હાથ ધરી છે સમગ્ર બોગસ મહેસૂલી પ્રકરણમાં પીએસઆઈનું નામ ખુલતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. આ કેસનીતપાસ ડીવાયએસપી ભરત બસિયા કરી રહ્યા છે.

મોડાસા મામલતદારના નામના અજાણ્યા શખ્સો દ્વારા મોડાસાના સાકરિયાની સીમની જમીનના પ્રકરણમાં એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર મોડાસાના કચેરીના દાવા નંબર 689. 21 તથા મનાઈ હુકમનો પત્ર કર્યો હતો. કચેરીનું લેટરપેડ બનાવીને તેમાં મામલતદાર મોડાસાના હોદ્દાના ખોટા ગોળ સિક્કા કરી મામલતદાર મોડાસા તરીકેની ખોટી સહીઓ કરી ખોટું રેકર્ડ ઊભું કરી ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. મોડાસા મામલતદાર અરુણકુમાર સુરજ દાન ગઢવીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તારીખ 23.7 .2021 ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર પ્રકરણની ગંભીરતા જોઈને ડીએસપી સંજય ખરાતે આ કેસની તપાસ ડીવાયએસપીને ભરત બસિયાને સોંપી હતી. આ કેસના આઠ માસના લાંબા સમયગાળા બાદ બોગસ લેટરપેડ અને સહી સિક્કા બનાવવાના પ્રકરણમાં અરવલ્લી નેત્રમ શાખામાં ફરજ બજાવતા તત્કાલિન પીએસઆઇ એચ.એમ ગઢવીની સંડોવણી બહાર આવતાં તપાસ કરતાં અધિકારીએ સી.આર.ડી રિપોર્ટ અને સર્વેલન્સ આધારે ઇડરના મુડેટી ખાતે એસઆરપી કેમ્પમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એચ.એમ ગઢવીની અટકાયત કરતાં ચકચાર મચી હતી.

બોગસ સિક્કા તેમજ લેટર પેડ અને બનાવટી મનાઈ હુકમ બનાવીને કૌભાંડ આચર્યું હતું
મોડાસા તાલુકાના સાકરીયા ગામમાં ખેડૂતો વચ્ચે ગામની સીમમાં આવેલી જમીન બાબતે તકરાર ચાલતી હતી. આ અંગે મોડાસા મામલતદાર કચેરીમાં નવ માસ અગાઉ ખેડૂત દ્વારા અરજી પણ કરવામાં આવી હતી. જોકે આ જમીનની તકરાર મામલે ભેજા બાજએ બોગસ સિક્કા તેમજ લેટર પેડ અને બનાવટી મનાઈ હુકમ બનાવીને કૌભાંડ આચર્યું હતું. સાકરીયા ગામના ખેડૂતને મોડાસા મામલતદાર કચેરીના દાવા નંબર 689 ઓબ્લિક 21 તથા મનાઈ હુકમ નો કચેરીના લેટરપેડ વાળો પત્ર આર પી એડીથી મળ્યો હતો.

આ પત્ર મળતાં ખેડૂતો ચોંકી ઊઠયા હતા અને તેઓ તમામ બોગસ દસ્તાવેજ સાથે મોડાસા મામલતદાર અરુણ ગઢવી પાસે પહોંચ્યા હતા અને મામલતદારની ખોટી સહી અને લેટર તેમજ સિક્કા નો દુરુપયોગ થયો હોવાનું મામલતદારને ધ્યાન ઉપર આવતા તેઓ પણ બોગસ દસ્તાવેજો જોઈને ચોંકી ઉઠયા હતા અને તારીખ 23 જુલાઈ 2021 સમગ્ર બોગસ પ્રકરણ બહાર આવ્યું હતું ઉપરોક્ત પ્રકરણ તારીખ 3, 6, 20, 21 થી તારીખ 8, 7, 20, 21 દરમિયાન થયું હોવાનું બહાર આવતા મામલતદારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...