મોડાસાના ગાજણ ગામની સીમમાં આવેલી જમીનમાં તેમજ ભગવાન રામદેવપીર મંદિર ની આજુબાજુ આવેલા વૃક્ષો અને બાગ બગીચાનું નિકંદન કરીને જમીન પર ગેરકાયદે કબજો કરી દબાણ કરાતાં ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને દબાણકર્તાઓ સામે કાયદાકીય પગલાં લેવા ઉગ્ર રજૂઆત કરી હતી.
આવેદનમાં જણાવ્યું છે ગાજણની સીમના સરવે નં. જૂ.307 નંબર નવો નંબર 394 નો વર્ષોથી ગ્રામજનો ઉપયોગ કરે છે તેવા ખરાબાની જમીનમાં રામાપીરનુ મંદિર ૧૯૯૧ થી આવેલું છે તે મંદિરના રસ્તે બાગ બગીચો પણ છે અને લોકો તેનો ઉપયોગ કરે છે. બાગ બગીચો, વૃક્ષો ધરાશાઇ કરી વૃક્ષોનો સોંથ વાળી સમગ્ર જમીન જેસીબીથી સરખી કરાવી ગેરકાયદે કબજો કરતાં ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. જે ખરાબાની જમીનમાં દબાણ કરાયું છે તેને ખાલી કરવા માટે અને મંદિરના જવાના રસ્તા ઉપર લોકોએ કબજો કર્યો છે તેને દૂર કરવા રજૂઆત કરી હતી. આગેવાનો સામ્યવાદી આગેવાન ડી.આર.જાદવ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.