મેઘરજમાં ‘મોતની સવારી’:2-5 રૂપિયા બચાવવાની લાલચે જીવ જોખમમાં મુકતા મુસાફરો, ફેરિયાઓ પણ જીપ ઉપર 10-10 લોકો બેસાડે છે

અરવલ્લી (મોડાસા)11 દિવસ પહેલા
  • આવી મોતની સવારી પર તાત્કાલિક રોક લગાવવી જરુરી છે

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વાહન ચાલકો નીતિ નિયમો નેવે મૂકી માત્ર નાણાં કમાવવા માટે મુસાફરોની જિંદગી જોખમમાં મુકતા હોય છે. મુસાફરો પણ બે પાંચ રૂપિયા બચાવવા માટે આવી જોખમી મુસાફરી કરી પોતાની જાતને જોખમમાં મુકતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવા મોતની સવારી સમાન દ્રશ્યો સામે આવ્યા છે.

નિર્દોષ વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરોની જિંદગી જોખમમાં
મળતી માહિતી મુજબ મેઘરજ તાલુકાના તમામ ગામડાઓમાં ખાનગી વાહન ચાલકો પોતાના વાહનોમાં એક જીપમાં 50 કરતા પણ વધારે મુસાફરો બેસાડે છે. અને ગામડામાંથી છેક મેઘરજ શહેર સુધી જોખમ ખેડતા ખેડતા આવે છે. ભૂતકાળમાં આવા ઘણા બધા વાહનો પલટી ગયા છે અનેક લોકો મોતના ખપ્પરમાં કમોતે મોત થયા છે. તો અસંખ્ય લોકો ભારે ઇજાના કારણે અપંગ બન્યા છે. ત્યારે આ તમામ બાબત પોલીસના નાક નીચે થતી હોય છે. સૌથી વધારે મહત્વની બાબત એ છે કે આમ જનતા તો વાહનોના છાપરે બેસી મુસાફરી કરે જ છે. પરંતુ નાના વિદ્યાર્થીઓ કે જે આવતીકાલનું ઉજળું ભવિષ્ય છે એ પણ છાપરે બેસી મોતની સવારી કરતા હોય છે. આ સમગ્ર બાબતથી પોલીસ વાકેફ છે, પરંતુ એક માત્ર નાણાં કમાવવાની લાલચે નિર્દોષ વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરોની જિંદગી જોખમમાં મુકતા હોય છે. ત્યારે આવી મોતની સવારી પર પાબંદી લગાવવામાં આવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...