બેઠક:અરવલ્લીમાં પ્રિ-મોન્સૂનની બેઠકમાં અધિકારી-કર્મીઓને હેડક્વાર્ટર ન છોડવા તાકીદ કરાઇ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે બેઠક મળી

અરવલ્લી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાતાં કલેક્ટરે જણાવ્યું કે, આબોહવા , હવામાનને જોતા વાવાઝોડું અને વરસાદના કિસ્સામાં કોઈ નુકસાન પહોંચે તો તેને મદદરૂપ થવા તંત્ર સાબદુ રહે તે જરૂરી છે. આ માટે તાલુકા કક્ષાએ રિસ્પોન્સ સેન્ટર કાર્યરત થાય તે માટે ખાસ ભાર મૂક્યો હતો.

બેઠકમાં દરેક મામલતદાર એ રિસ્પોન્સ સેન્ટર ખાતે ટેલિફોન નંબર, કમ્પ્યુટર સહિત હાજર રહેનાર અધિકારી, કર્મચારીની ફરજ વ્યવસ્થાપન અંગે માહિતી આપી. હતી. બેઠકમાં કલેક્ટરે તાલુકા કક્ષાએ અધિકારીઓ અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા પણ તાકીદ કરી હતી.

બેઠકમાં કલેક્ટરે મોડાસા માલપુર મેઘરજ ધનસુરા ભિલોડા અને બાયડ મામલતદાર સાથે અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું અને, કંટ્રોલ રૂમ સુધી સતત વિગતો પહોંચાડવી, તેમજ સંબંધિત અધિકારી અને વિભાગ સાથે સંકલન કરવું, તદુપરાંત બચાવની કામગીરી કરવા માટે પૂર્વ તૈયારી કરવા ઉપર ભાર મૂક્યો હતો.

જિલ્લામાં ડેમ અને અન્ય સાઈટ પર આગોતરું મેઇન્ટેઈન થાય, સાધનો અપડેટ કરવા, અને વરસાદ શરુ હોય ત્યારે આંકડા દર બે કલાકે પહોંચતા કરવા માટે જણાવ્યું હતું અને તાલુકાના ઉપલબ્ધ સંસાધનો વિશે વિગતો મેળવવી, અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં કોની મદદ મેળવવી, સ્થળાંતર કરવાનું થાય તો આશ્રય સ્થાનો, રહેવા- જમવા અને વાહનની સુવિધા, જર્જરિત મકાન અને પડી જાય એવા ઝાડ હોય તેના બાબતે ઘટતું કરવા અધિકારીઓને જણાવ્યું હતું. ઉપરાંત. વોકળા, ગટર, રેલીંગ સફાઈ કરવી. ડેમ ચકાસણી કરવા માટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...