હિંડોળાના દર્શન:મોડાસાના ગોકુલનાથજી મંદિરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પ્રભુના હિંડોળા

મોડાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંડોળા દર્શનનો સમય રોજ સાંજે 6.30 કલાકથી 7.15 કલાક રહેશે

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ મોડાસાના પ્રસિદ્ધ શ્રીગોકુલનાથજીના મંદિરમાં વૈષ્ણવ સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓ તેમજ મંદિરના મુખ્યાજી દ્વારા 7 દિવસ દરમિયાન જુદી જુદી ચીજવસ્તુઓ દ્વારા તૈયાર કરેલ ઠાકોરજીના હિંડોળાના દર્શનનું આયોજન કરાયું છે. ગોકુલનાથજી મંદિરના પ્રમુખ મનહરભાઈ શેઠે જણાવ્યું કે પ્રભુના હિંડોળા દર્શનનો સમય રોજિંદા સાંજે 6.30 કલાકથી 7.15 કલાક દરમિયાન રાખવામાં આવ્યો છે.

હિંડોળાના દર્શનનો સમય
શ્રાવણ સુદ 5 મંગળવાર ઉદ્ધવ ભૂજા ઉત્સવ ફૂલના હિંડોળા
શ્રાવણ સુદ 6 બુધવાર લીલામેવાના હિંડોળા
શ્રાવણ સુદ 7 ગુરુવાર કેસરીઘટાના તથા ફૂલના હિંડોળા
શ્રાવણ સુદ 8 શુક્રવાર લીલાડોડાના હિંડોળા
શ્રાવણ સુદ 9 શનિવાર બગીચામાં ગંગા જમના બંગલામાં ફૂલના હિંડોળા
શ્રાવણ સુદ 10 રવિવાર સૂકા મેવાના હિંડોળા
શ્રાવણ સુદ 11 સોમવાર મોતીના હિંડોળા
શ્રાવણ સુદ 12 મંગળવાર સ્વરૂપ ફૂલના હિંડોળા

અન્ય સમાચારો પણ છે...