દારૂ ઘુસાડવા બુટલેગરો અસફળ:અરવલ્લીમાં શામળાજી બોર્ડરથી પોલીસે બે ટ્રકમાંથી 33 લાખ રૂપિયાનો દારૂ ઝડપ્યો; પોલીસે સમગ્ર બાબતે તપાસ ચલાવી

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

શામળાજીની ગુજરાત રાજસ્થાન સરહદ બુટલેગરો ખુદને જાણે ગુજરાતમાં દારૂ ગુસાડવા સલામત માનતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે બુટલેગરો કોઈને કોઈ યુક્તિ કરી દારૂ ગુજરાતમાં લાવવા અલગ અલગ યુક્તીઓ કરતા હોય છે, ત્યારે શામળાજી બોર્ડરથી બે ટ્રકમાં ખાસ યુક્તિ દ્વારા લઈ જવાતો 33 લાખનો વિદેશી દારૂ શામળાજી પોલીસે ઝડપી પાડ્યો છે.

શામળાજી પોલીસ ગણના પાત્ર દારૂ ઝડપી લેવામાં સફળ
ગાઈરાતે શામળાજી પોલીસ રતનપુર બોર્ડર પર વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતો એક ટ્રક શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તો ટ્રકમાં પાણીની બોટલોના 200 કાર્ટૂન અને ખાદ્યપદાર્થ ટોસના 110 કાર્ટૂનમાં છુપાવીને 28 લાખનો વિદેશી દારૂ સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ફક્ત 1 કલાકના અંતરે આજ સરહદ પરથી બીજા એક ટ્રકમાં ઘર વખરીની આડમાં છુપાવીને લઈ જવાતા 5 લાખના દારૂ સહિત 1 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે શામળાજી પોલીસ ગણના પાત્ર દારૂ ઝડપી લેવામાં સફળ થઈ છે.

પોલીસ સમગ્ર બાબતે તપાસ ચલાવસે
શામળાજી બોર્ડર પરથી આટલી મોટી માત્રામાં દારૂ જડપાતા જાણે ગુજરાતમાં દિવાળીના તહેવારોને રંગીન બનાવવા માટે મોટા મોટા શહેરોમાં લઇ જવાતો હશે. અથવા આગામી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. ત્યારે આચારસંહિતા અને સુરક્ષા સઘન બનતા પહેલા કોઈ રાજકીય પક્ષ દ્વારા સ્ટોક કરવા માટે પણ લઈ જવાતો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ હાલમાં તો શામળાજી પોલીસ સમગ્ર બાબતે તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...