કાર્યવાહી:શામળાજી ચેકપોસ્ટેથી પોલીસે બે ડાલામાંથી 8.91 લાખનો દારૂ ઝડપ્યો

મોડાસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂલાવર અને સડી ગયેલા શાકભાજીની આડમાં દારૂ સંતાડી લઇ જવાતો હતો
  • બે ચાલક સહિત ત્રણ શખ્સોની અટક, 3 વોન્ટેડની શોધખોળ હાથ ધરાઇ

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લા પોલીસે રાજસ્થાનમાંથી પ્રવેશતા રસ્તાઓ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું છે. જેના ભાગરૂપે શામળાજી પોલીસે બે ડાલામાં ફૂલાવર અને સડી ગયેલા શાકભાજીની આડમાં લઈ જવાતો 8,91,840 નો વિદેશી દારૂ સાથે બે ચાલક સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી રૂ.20,07,840નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શામળાજી પોલીસે ચેકપોસ્ટેથી પસાર થતાં શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરતાં ડાલા નંબર આર જે 14 જીપી 22 04 શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને અટકાવીને તપાસ હાથ ધરતાં ફૂલાવરની આડમાં ગેરકાયદે લઈ જવાતો વિદેશી દારૂની બોટલ નંગ 2016 મળી હતી પોલીસે રૂ. 444000 નો વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ.9,55,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો.

શામળાજી પોલીસે ચેકપોસ્ટ ઉપર અન્ય પીકપ ડાલા નંબરrj 41ga 5159 ને અટકાવીને તેની તલાશી લેતા તેમાં સડી ગયેલા લીલા ગવાર શાકભાજીના કટ્ટાની આડમાં ગેરકાયદે છૂપાવેલી વિદેશી દારૂની બોટલ નંગ 2472 મળી હતી. પોલીસે ₹4,47,840 નો વિદેશી દારૂ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.1052,840 નો મુદ્દા માલ કબજે લઈ બંને પીકપ ડાલાના ચાલક અને અન્ય એક આરોપી સહિત ત્રણ શખ્સોની અટક કરી વધુ ત્રણ વોન્ટેડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપીઓ

  • ગણપત દાસ મોડીદાસ વૈષ્ણવ
  • રાજુભાઈ દેવીલાલ ચંદુજી હરિજન બંને રહે. મદારીયા તા. દેવગઢ જિ. રાજસમંદ
  • મહેન્દ્રકુમાર પ્રભુરામ કાના રામજી સરગડા રહે. શેસલી જિ.પાલી

વોન્ટેડ આરોપીઓ

  • નારનોલ હરિયાણા વિદેશી દારૂના ઠેકાવાળો
  • શકીલ અહેમદ મુસ્લિમ રહે. જયપુર રાજસ્થાન
  • કાલુ સિંધી અમદાવાદ વિદેશી દારૂ મંગાવનાર
અન્ય સમાચારો પણ છે...