શ્વાનને અપાયું ગાર્ડ ઓફ ઓનર:અરવલ્લીમાં પોલીસ વિભાગના વફાદાર શ્વાનનું અવસાન; સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે શોક છવાયો

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

મુગા પ્રાણી પણ માણસ કરતાં વફાદાર હોય છે અને આવા વફાદાર પ્રાણીનો ઉપયોગ સરકારી કામમાં થતો હોય છે અને એક સહકર્મચારી જેમ તેનું પાલન પોષણ પણ કરાતું હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગના ક્રુઝ નામના લેબ્રાડોર શ્વાનનું અવસાન થતાં તેની અંતિમ વિધિ કરાઈ હતી.

અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગમાં ગુન્હાશોધક વિભાગમાં ક્રુઝ નામનો લેબ્રાડોર શ્વાન ફરજ બજાવતો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં ચોરી, હત્યા, ઘરફોડ ચોરી જેવા અસંખ્ય ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં ખૂબ મદદરૂપ થયો હતો. એવા ક્રુઝ નામના શ્વાનનું બીમારીના કારણે એકાએક અવસાન થયું હતું. જેને લઈ સમગ્ર પોલીસ બેડામાં ભારે શોક છવાયો છે. ત્યારે ક્રુઝ લેબ્રાડોર શ્વાનની પુરા સન્માન સાથે અંતિમવિધિ કરાઈ હતી. અન્ય પોલીસ કર્મચારી જે ફરજ પર અવસાન થાય ત્યારે જે સનમાન મળે છે એટલાજ સનમાન સાથે તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ક્રુઝના અવસાનથી સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...