31 ડિસેમ્બરને લઈ પોલીસે પીધેલા સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જુગરિયાઓ પણ નવા વર્ષથી સક્રિય થયા હોય એવી ઘટના સામે આવી છે. મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા શણગાલ ગામે ઇસરી પોલીસને બાતમી હતી કે શણગાલ ગામના કેટલાક યુવાનો દ્વારા પત્તાનો જુગાર રમાય છે. ત્યારે પોલીસે બાતમી આધારે વોચ રખાવી હતી. તે મુજબ શણગાલ ગામની સિમમાં ગામના જ 5 યુવકો તીન પત્તિનો જુગાર રમતા હતા. તમામને ઇસરી પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગારમાં રમાતી રોકડ અને મોબાઈલ સહિત કુલ 33,000 નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ
1 - જગદીશ જયંતિ ભાઈ પટેલ
2 - અલ્પેશ કુમાર અમૃત દરજી
3 - કિરીટ રમણલાલ પટેલ
4 - નરેશ કુમાર રમણલાલ પંચાલ
5 - કિરણ કુમાર પ્રવીણ ભાઈ તારાર
તમામ રહેવાસી - શણગાલ ,તાલુકા મેઘરજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.