4 SPની બોર્ડર મિટિંગ:મોડાસામાં આંતરરાજ્ય સરહદો પર બાજ નજર રાખવા પોલીસ સક્ષમ; અસામાજિક પ્રવૃત્તિ રોકવા આયોજન કરાયું

અરવલ્લી (મોડાસા)24 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીમાં ભંગ પડાવવા માટે અસામાજિક તત્વો આંતરરાજ્યની સરહદો વટાવીને ગુજરાતમાં ઘુસવાની કોસીશ કરતા હોય છે. ત્યારે ગુજરાત રાજસ્થાન સરહદે શામળાજી ખાતે ગુજરાત રાજસ્થાનના 4 એસપીની બોર્ડર મિટિંગ યોજાઈ હતી. જેમાં ખાસ વાતચિત કરવામાં આવી હતી.

વ્યવસ્થાની સ્થિતિ સધન બનાવવામાં આવી
હાલ વિધાનસભાની ચૂંટણીઓ દિવસે દિવસે નજીક આવતી જાય છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતાનો અમલ કરવા માટે આંતર રાજ્ય સરહદો પર કડક હાથે ચેકીંગ હાથ ધરવા માટે રાજસ્થાન તરફથી કોઈ નશીલી ચીજ વસ્તુ, દારૂ, માદક પદાર્થ, ગેરકાયદેસર રોકડ રકમ ગુજરાતમાં ના ઘુસે તે માટે આજે ગુજરાત રાજસ્થાન સરહદે શામળાજી સર્કિટ હાઉસ ખાતે અરવલ્લી, સાબરકાંઠા, રાજસ્થાનના ડુંગરપુર અને ઉદયપુરના ચારે એસપીની એક બોર્ડર મિટિંગ મળી હતી. જેમાં તમામ સરહદો પર બાજ નજર રાખવા અને અસામાજિક પ્રવૃત્તિ રોકવા માટે સહિયારું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયિક રીતે યોજાય એ માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સધન બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...