આવેદનપત્ર:મોડાસા નગરપાલિકા મહાદેવ ગ્રામમાં કચરાનો નિકાલ કરતાં લોકોનો વિરોધ

મોડાસાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત અને ગામલોકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામમાં મોડાસા પાલિકાના કચરાનો નિકાલ ન કરાવવા અંગે મોડાસાની મહાદેવ પંચાયત સત્તાવાળાઓ અને ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને તેનો વિરોધ દર્શાવાયો હતો.

મહાદેવ ગૃપ ગામ પંચાયત સત્તાવાળાઓ અને ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું છે કે, મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામમાં નગરપાલિકાના કચરો ઠાલવવા માટેનું સ્થળ પસંદ કરાયેલ છે. પરંતુ ત્યાં સ્થળની સામે આશરે 175 રહેણાંક મકાન તથા પ્લોટો આવેલા છે.

તેમજ ઉપરોક્ત ગામ ખેતી અને પશુપાલન આધારિત હોવાનું જણાવીને મહાદેવ ગામ વિસ્તારમાં કચરાનો નિકાલ કરવામાં આવે તો ગામની સ્થિતિ બગડે તેમ છે અને ગામમાં પ્રદૂષણ ફેલાય તેમ છે અને નજીકમા જ ગાંધી સ્મારક આવેલ છે. જેથી બહારથી આવતા પર્યટકો પર આની વિપરીત અસર પડે તેમ છે. તેમજ મહાદેવગ્રામ પંચાયતમાં આશરે 3000ની વસ્તી ધરાવતું ગામ છે અને ગ્રામજનોનો ઉપરોક્ત કચરાના નિકાલ બાબતે સખત વિરોધ નોંધાવાયો હતો. જેની નોંધ રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...