ભવ્ય રેલી સાથે ઉમેદવારી નોંધાવી:ભિલોડા બેઠક પર ભાજપમાંથી પી.સી.બરંડાએ નામાંકન ભર્યું; સતત બીજી વખત પૂર્વ IPS મેદાનમાં ઉતર્યાં

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓએ ઉમેદવારો જાહેર કર્યાં બાદ આજે પોતાના નામાંકન ભરવાની પણ શરૂઆત કરી દીધી છે. આજે મંગળવારે 30-ભિલોડા બેઠક માટે ભાજપમાંથી પૂર્વ IPS પી. સી. બરંડાએ નામાંકન ભર્યું હતું.

બરંડાએ ભગવાન શામળિયાના દર્શન કર્યાં
ભિલોડા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ ડો. અનિલ જોષીયરાના નિધન પછી આ બેઠક પર તમામની નજર છે. ભાજપમાંથી સતત બીજી વખત પૂર્વ IPS પી. સી. બરંડાને મેદાનમાં ઉતર્યાં છે. આજે પી.સી.બરંડાએ ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. ત્યારબાદ ભિલોડા કાર્યાલય ખાતે વિશાળ સંખ્યામાં રેલી યોજી હતી. જ્યાં રાજ્યસભાના સંસદ રમીલાબેન બારા ઉપસ્થિત રહ્યા હતાં. ભિલોડા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને પી.સી. બરંડાએ ઉમેદવારી પત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...