ફરિયાદ:ભિલોડાના દહેગામડામાં પરિણીતા પાસે રૂ. 5 લાખ માંગી ત્રાસ ગુજાર્યો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલોદના આંત્રોલીની મહિલાની સાસરિયા સામે ફરિયાદ
  • પતિ ધંધો કરવા પત્ની પાસે 5 લાખ માંગી ત્રાસ આપતો હતો

ભિલોડા તાલુકાના દહેગામડામાં પરિણીતાને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી ધંધો કરવા માટે પતિએ રૂપિયા પાંચ લાખની દહેજની માંગણી કરી મારઝૂડ કરી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મૂકતાં તલોદ તાલુકાના આંત્રોલીની મહિલાએ મોડાસાના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તલોદ તાલુકાના આંત્રોલીની મહિલા લક્ષ્મીબેનના લગ્ન વર્ષ 2018 માં સમાજના રીતરિવાજ મુજબ ભિલોડા તાલુકાના દહેગામડામાં દિગ્વિજયસિંહ સાથે થયા હતા.

લગ્નના થોડા સમય બાદ પતિ દ્વારા પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપીને મારે ધંધો કરવા રૂપિયા પાંચ લાખ જોઈએ છે તેમ કહી દહેજની માંગણી કરી પરિણીતાને વારંવાર મહેણાં મારી મારઝૂડ કરી પહેરેલે કપડે તેને ઘરમાંથી કાઢી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં લક્ષ્મીબેન કાળુસિંહ ઝાલા રહે. આંત્રોલી તા. તલોદે મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે દિગ્વિજયસિંહ ભમરસિંહ જાડેજા રહે. દહેગામડા તા. ભિલોડા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...