મોડાસાના મહાદેવપુરામાં સાસરિયાઓના ત્રાસે 26 વર્ષીય પરિણીતાએ ગામની સીમમાં આવેલા કૂવામાં ઝંપલાવીને મોતને વહાલું કરતાં ચકચાર મચી ગઇ છે. સાસરિયાઓ દ્વારા બે વર્ષ અગાઉ પરિણીતાના લગ્નમાં તેની માતાને પૈસાની મદદ કરી હતી આ પૈસા પરત લેવા માટે પરિણીતા ઉપર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા અંતે પરણિતાએ મોતને વહાલું કરતાં પોલીસે પરિણીતાના પતિ, સાસુ, નણંદ, નણંદોઇ તેમજ મામાજી સહિત 8 લોકો વિરુદ્ધ મરવા સુધી દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભિલોડાના ખિલોડાના માયાબેનના લગ્ન બે વર્ષ અગાઉ મોડાસાના મહાદેવપુરામાં રહેતા સચીનભાઈ મકવાણા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નમાં પરિણીતાની માતાને સાસરિયાઓ દ્વારા પૈસાની મદદ કરાઇ હતી અને આ પૈસા પરત લેવા માટે સાસરિયાઓ પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી તેને મરવા માટે દુષ્પ્રેરણ કરતાં ત્રાસ તેનાથી સહન ન થતાં પરિણીતાએ મહાદેવપુરા મોડાસાની સીમમાં આવેલા કૂવામાં પડી મોતને વ્હાલુ કર્યુ હતું. આ અંગે મંજુલાબેન મુકેશભાઈ ડાભી રહે. જૂનાખીલોડા તા. ભિલોડાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 4 મહિલા સહિત 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
આમની સામે ફરિયાદ
સચીનભાઈ સરદારભાઈ મકવાણા, લીલાબેન સરદારભાઈ મકવાણા, સુમાબેન સરદાર ભાઈ મકવાણા ત્રણેય રહે. મહાદેવપુરા, પ્રેમીલાબેન ભીખાભાઈ પરમાર, ભીખાભાઈ પરમાર બંને રહે. રાજલી તા.મોડાસા, રામસિંહભાઈ રહે. રમોસ તા.ધનસુરા, ગીતાબેન કનુભાઈ મકવાણા રહે. રસુલપુર તા.મોડાસા, કનુભાઈ ભવનભાઈ મકવાણા રસુલપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.