મોતનું માતમ!:માલપુરના પનાવડા ગામે ખેતરમાં બળદે ખેડૂતને માથા મારી મોત નિપજાવ્યું; તાલુકામાં વધુ એક આકસ્મિક ઘટના સામે આવી

અરવલ્લી (મોડાસા)24 દિવસ પહેલા

માલપુર તાલુકા માટે આજના દિવસ જાણે સવારથી જ ગોજારો સાબિત થયો છે. વહેલી સવારે 6 પદયાત્રીઓના મોત બાદ પનાવડા ગામે ખેતરમાં બળદ દ્વારા ખેડૂતને માથા મારી મોત નિપજાવ્યું હતું.

આજે સવારે 8 વાગ્યાના સુમારે માલપુરના પનાવડા ગામે ખેડૂત જેશીંગ ભાઈ પટેલ બળદ લઈ ખેતરમાં નીકળ્યા હતા. એ સમયે ખેતરે પહોંચ્યા બાદ ખેતીકામ શરૂ કર્યું હતું. એવામાં એકા એક બળદ ભડક્યો હતો. જેથી ખેડૂત દ્વારા બળદને કન્ટ્રોલમાં લેવા જતા બળદ ભડક્યો અને માલિક પર જ જીવલેણ હુમલો કર્યો હતો. બળદે માથા મારી-મારીને ખેડૂતનું મોત નિપજાવ્યું હતું. બળદે ટક્કર મારતા ખેડૂતે બુમાબુમ કરતા આસપાસના અન્ય ખેડૂતો પણ ઘટના સ્થળે આવ્યા હતા. પરંતુ એ સમયે ખેડૂતનું પ્રાણ પાંખરૂ ઉડી ગયુ હતુ. ખેડૂતના મૃતદેહને તેમના પુત્ર દ્વારા માલપુર સીએચસી ખાતે લવાયો હતો. સમગ્ર ઘટના બાબતે પોલીસે તપાસ હાથ ધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...