લોકાચરે જતાં મુસાફરોને અકસ્માત નડ્યો:શામળાજીના વસાયા પાસે આઈસર ટ્રક પલટી મારતાં 60 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત, તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા

અરવલ્લી (મોડાસા)10 દિવસ પહેલા

હાલ કોઈપણ વાહન હોય ઝડપથી પહોંચવાની જાણે હોડ લાગી હોય એમ ઓવરસ્પીડ અને વધુ નાણાં કમાવવા ઓવરલોડ મુસાફરો ભરીને વાહન હંકારતા હોય છે. ત્યારે ઘણી વખત ઓવરલોડ મુસાફરોના કારણે અકસ્માતને નોતરતા હોય છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના શામળાજી પાસે સામે આવી છે.

શામળાજી પાસે આવેલા વસોયા ગામે આદિવાસી સમાજના લોકો વસાયા થી બ્રહ્મપુરી મરણ પ્રસંગમાં લોકચારે જવા આયશર ટ્રકમાં.નીકળ્યા હતા. ટ્રકમાં લગભગ 60 કરતાં પણ વધુ મુસાફરો ભરેલા હતા. ત્યારે ગામથી બે કિલોમીટર દૂર ગયા પછી ડુંગરાળ વિસ્તારમાં ટ્રક ડ્રાયવરે એકાએક ટ્રક પરથી કાબું ગુમાવતા ટ્રક પલટી હતી. અકસ્માતમાં તમામ 60 થી વધુ મુસાફરો એકબીજા નીચે દબાયા હતા અને તમામ ઇજાગ્રસ્ત થયા હતા.

આ તમામ ઇજાગ્રસ્તોને 108 અને શામળાજી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં શામળાજી સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધારે ઇજા થઇ હોય તેવા મુસાફરોને હિંમતનગર રીફર કરાયા છે. ત્યારે ટ્રકની કેપેસિટી કરતા ઓવરલોડ મુસાફરોના કારણે કેટલીક વખત મોટી દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...