નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી કામ કરતાં સફાઈ કામદારોને કાયમી ન કરવાના નાયબ કમિશનરના પરિપત્રને લઈ મોડાસામાં સફાઈ કામદારોએ તેના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
મોડાસા નગરપાલિકા અને આજુબાજુના વિસ્તારમાં વર્ષોથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કામદારો અને મહિલા સફાઈ કામદારો મોટી સંખ્યામાં મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે એકઠા થઇ સફાઈ કામદારોએ તેમને કાયમી કરવા માટે પણ માગણી કરી હત. વાલ્મિકી સમાજના અગ્રણી લાલજીભાઈ ભગતે જણાવ્યું કે સફાઈ કામદારોને કાયમી નહીં કરાય તો રાજ્યમાં રહેલી 162 નગરપાલિકાના સફાઇ કામદારો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી ગાંધીનગરમાં કામદારો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે.
બાયડ પાલિકાના સફાઇ કામદારોને કાયમી ન કરાતાં વિરોધ સરકાર દ્વારા કરાયેલ પરિપત્રને લઈ સમગ્ર જિલ્લાની નગરપાલિકાઓ માં કામ કરતા સફાઈ કામદારોમાં રોષ પ્રવર્તી રહ્યો છે જે અનુસંધાને સરકારના પરિપત્ર ની સફાઈ કામદારો એ હોળી કરી હતી. ગુજરાત વાલ્મિકી સંગઠન માલપુરના લાલજીભાઈ ભગતે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે નગરપાલિકાઓ માં સફાઈ કામદારોની હાલત દિન-પ્રતિદીન કથળી રહી છે સરકાર દ્વારા તાજેતરમાં તા.20-6-2022ના રોજ કરેલ પરિપત્રમાં જૂના સફાઈ કામદારોને કાયમી ન કરવાનો ઉલ્લેખ કરાતા સફાઈ કામદારોમાં પ્રચંડ આક્રોશ ઉભો થયો છે જેને લઇ બાયડ નગરપાલિકાના સફાઈ કામદારોએ નગરપાલિકા આગળ મંગળવારના રોજ બપોરના સુમારે સરકારના પરિપત્ર ની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.