મોડાસા નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન જાહેર રસ્તા ઉપર શાકભાજીની લારી ઊંધી વાળી દેતા વેપારીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. નાના લારી ગલ્લાવાળા અને શાકભાજી વાળાઓએ વ્યાપાર ધંધો કરવા માટે નગરપાલિકા સત્તાવાળાઓને જગ્યા ફાળવવા માટે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાવતા નાના વેપારીઓ ભરાયા છે.
પાલિકા સત્તાવાળાઓ દ્વારા છેલ્લા 10 દિવસ ઉપરાંત ના સમયથી જાહેર રસ્તા ઉપરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે બુધવારે નગરપાલિકાની ટીમ દ્વારા જાહેર રસ્તા ઉપર શાકભાજી ની લારી ઊંધી વાળી દેવાતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો શહેરના જાગૃતનાગરિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું.
કે મોટા મોટા શોપિંગ સેન્ટર દુકાનો અને બિલ્ડીંગો નું બાંધકામ કરીને દબાણ કરાયું હોવા છતાં નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરવાના બદલે દિવસ દરમિયાન હાથ લારી રસ્તા ઉપર ફેરવીને પરિવારનું પેટીયુ રડતા નાના વેપારીઓને નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા કનળગત કરીને રૂપિયા 500 નો દંડ ફટકારી તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.