• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Organizing A Cycle Rally As Part Of Sardar Sahib's Birth Anniversary Celebrations At Modasa; The Rally Started From Odhari Lake And Returned To The Town

એકતા દિવસની ઉજવણી:મોડાસા ખાતે સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલીનું આયોજન; રેલી ઓધારી તળાવથી શરૂ થઈ નગરમાં ફરી

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભ પટેલની જન્મ જયંતિ. સમગ્ર દેશમાં સરદાર સાહેબની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થવાની છે. એના ભાગ રૂપે આજે સવારે મોડાસા ખાતે સાયકલ રેલી યોજાઈ હતી.

ઓધારી તળાવ પાસે યુવાનો સાયકલ લઈ એકત્રિત થયા
સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મ જયંતિ અગાઉ 25થી 31 ઓક્ટોબર સુધી તમામ દિવસો એકતા દિવસ તરીકે અલગ અલગ રીતે ઉજવવાનું ગુજરાત રમત ગમત અને યુવા બોર્ડ દ્વારા નક્કી કરાયું છે. તે મુજબ મોડાસા ખાતે આજે શનિવારે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મોડાસાના ઓધારી તળાવ પાસે સૌ યુવાનો સાયકલ લઈ એકત્રિત થયા હતા અને સાયકલ યાત્રાને ડીએસો દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ સાયકલ યાત્રા ઓધારી તળાવથી મોડાસા ચાર રસ્તા, ટાઉનહોલ, મેઘરજ રોડ, ઉમિયા મંદિર, પેલેટ ચોકડી, સહયોગ ચાર રસ્તા થઈ પરત ઓધારી તળાવ ફરી હતી. ત્યારે ઉપસ્થિત તમામ યુવાઓ એ ઉત્સાહ પૂર્વક સાયકલ રેલીમાં ભાગ લઈ સરદાર સાહેબના આદર્શોને યાદ કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...