હાલ સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો ગયો છે. ત્યારે વધતી વ્યાજખોરીની સમસ્યાને નિવારવા માટે અને નિર્દોષ લોકો ભોગ ના બને અને વ્યાજખોરોના ત્રાસથી પોતાની જિંદગી હોમી ના દે તે માટે જિલ્લામાં ઠેર-ઠેર પોલીસ દ્વારા લોક દરબાર યોજાઈ રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં પણ વ્યાજખોરો દ્વારા ડબલ, ત્રીપલ વ્યાજ વસૂલવામાં આવે છે. જેની ફરિયાદો પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં થઈ છે. ત્યારે વધતા જતા વ્યાજખોરીના દુષણને ડામવા માટે લોકો પોલીસ સમક્ષ પોતાની આપવીતી રજુ કરી રહ્યાં છે. જેના યોગ્ય નિરાકરણ આવે તે માટે જિલ્લા પોલીસ દ્વારા લોકદરબર યોજવાનું નક્કી કરાયું છે. તે મુંજબ ભિલોડા અને શામળાજી પોલીસ મથકના આવા વ્યાજખોરોની ચૂંગલમાં ફસાયેલા લોકોને સમાધાનકારી રીતે ન્યાય અપાવવા માટે ભિલોડા પોલીસ સ્ટેશનમાં જિલ્લા ડીવાયએસપી કે જે ચૌધરી,પી આઈ ગરાસીયાની ઉપસ્થિતિમાં દરેક ગામના સરપંચ ડેલીગેટ અને જનતાની હાજરીમાં લોક દરબાર યોજ્યો હતો. જેમાં ભોગ બનેલા અસરગ્રસ્તને પોતાની આપવીતી પોલીસ સમક્ષ લાવવા અનુરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.