• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Organization Of Voter Awareness Exhibition And Quiz In Fair To Create Awareness Among Voters; Organized By Central Information Communication Department

શામળાજીના મેળામાં જામશે ચૂંટણીનો રંગ:મતદારોમાં જાગૃતિ લાવવા મેળામાં મતદાતા જાગૃતિ પ્રદર્શન અને કવિઝનું આયોજન; કેન્દ્રીય માહિતી સંચાર વિભાગ દ્વારા આયોજન

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન લોકોને મતદાન માટે જાગૃત કરવા અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા આગામી 5થી 9 નવેમ્બર દરમિયાન શામળાજી મેળામાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે. કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયની કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રિય કાર્યાલય પાલનપુર દ્વારા મોડાસા ખાતે પત્રકાર પરિષદ યોજી આ કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના ડિરેક્ટર યોગેશ પંડ્યા મોડાસા ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

કારતક સૂદ અગિયારસથી કારતક સૂદ પૂનમ સુધી શામળાજી કાળિયા ઠાકોરના આંગણે ભરાતા કાર્તિકી પૂનમના મેળામાં આ વખતે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ સુધી યોજાનારા લોક મેળામાં મતદાન જાગતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

પાંચ દિવસના આ કાર્યક્રમમાં મતદાર જાગૃતિ રેલી, સ્પર્ધા, મતદાનનું મહત્વ, ક્વીઝ જેવી અલગ-અલગ સ્પર્ધાઓ યોજાશે, જેમાં આસપાસના લોકો તેનો લાભ લેશે. દર વર્ષે શામળાજીના કાર્તિકી પૂનમના મેળાવમાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આ લોકમેળામાં મોટી સંખ્યામાં મતદારો લોકશાહીના પર્વને સમજે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...