હુકમ:મોડાસા પાલિકાની અગાઉની ભરતી મંજૂર કરવા હુકમ કરાયો

મોડાસા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 જેટલા કર્મીઓની 10 વર્ષ અગાઉ ભરતી કરાઇ હતી
  • સરકારી ધારાધોરણ મુજબ ભરતી ન થતાં મ્યુ. એડમિનિસ્ટ્રેશન કમિશનરે અપીલ અરજી ના મંજૂર કરી પ્રાદેશિક કમિશનરનો હુકમ યથાવત રાખ્યો

મોડાસા નગરપાલિકાની 12 જેટલા કર્મીઓની 10 વર્ષ અગાઉ થયેલી ભરતી પ્રક્રિયા સરકારી ધારાધોરણ મુજબ ન થતાં મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનરે અપીલ અરજી નામંજૂર કરી પ્રાદેશિક કમિશનરનો હુકમ યથાવત્ રાખવા હુકમ કર્યો હતો.

મોડાસા નગરપાલિકાએ 10 વર્ષ અગાઉ નગરપાલિકાની જુદી જુદી જગ્યાઓ ઉપર 12 જેટલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા કરી હતી.

આ ભરતી પ્રકરણમાં વિવાદ ઉભો થતાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સદર ભરતી પ્રક્રિયા સરકારી ધારાધોરણ મુજબ ન થઈ હોવાની ઉચ્ચકક્ષાએ પ્રાદેશિક કમિશનરમાં રજૂઆત થઈ હતી. આ ભરતી પ્રક્રિયાનો વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો.

જેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ હેઠળ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ગાંધીનગર દ્વારા જરૂરી હુકમ બહાર પાડ્યો હતો. જેના અનુસંધાને તા.03-06-2021 નો હુકમ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગર કમિશનર રાજકુમાર બેનીવાલ દ્વારા અપીલ અરજી નામંજૂર કરી યથાવત રાખવા હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...