કોઈપણ ગામ હોય કે શહેર દૈનિક ક્રિયા કામકાજમાં વેસ્ટ કચરો નીકળતો જ હોય અને આ કચરાના નિકાલ માટે યોગ્ય જગ્યા શોધી એની પ્રોસેસ દ્વારા નાશ કરવાનો હોય છે. પણ આવી જગ્યા કોઈને નડતર રૂપના હોય એવી રીતે પસંદ કરવાની હોય છે. ત્યારે મોડાસા પાલિકાની નડતર રૂપ ડંપિંગ સાઈડનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.
કચરાનો યોગ્ય નિકાલ ના થાય તો પ્રદુષણ ફેલાય
મોડાસા નગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો દ્વારા દૈનિક 20 ટન કચરો નીકળતો હોય છે. ત્યારે આ કચરાનો યોગ્ય નિકાલ ના થાય તો પ્રદુષણ ફેલાય અને રોગચાળો ફાટી નીકળે છે. ત્યારે મોડાસા નગરપાલિકા દ્વારા તાલુકાના મહાદેવ ગ્રામ ખાતેની જમીનમાં ડંપિંગ સાઈડ બનાવવાનું નક્કી કર્યું છે. તે મુજબ આજથી કામકાજનો પ્રારંભ કરતા જ ગ્રામજનો એ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને કામ બંધ કરાવ્યું હતું.
ડંપિંગ સાઈડનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો
મોડાસા તાલુકાનું મહાદેવ ગામ એ મહાત્મા ગાંધીનું સમાધિ સ્મારક સ્થાન ગણાય છે. અહીં મહાત્મા ગાંધીજીના મિત્ર મહાદેવ દેસાઈ દ્વારા ગાંધી બાપુના અસ્થિ લાવીને જુમર નદીમાં પધરાવ્યા હતા. એટલે અહીં રાજઘાટ જેવો જ બીજો મીની રાજઘાટ બનાવવામાં આવ્યો છે અને ગ્રામજનોના ખેતરો પણ ડંપિંગ સાઈડથી નજીક છે. જેથી ખેતીવાડીને પણ અસર પહોંચે અને આસપાસના ગામોમાં વેસ્ટ કચરાની ઝેરી હવા ફેલાય જેથી આ નગરપાલિકાની ડંપિંગ સાઈડનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.