કાર્યક્રમ:આજે ભિલોડાના કાર્યક્રમમાં કેવલ જોષીયારા BJPમાં જોડાશે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1500 કાર્યકરો સાથે પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે

ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડો. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા આજે ભિલોડા ની આર.જી. બારોટ બી.એડ કોલેજમાં યોજાનારા કાર્યક્રમમાં 1500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે અને તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરવાના છે. આજે ભિલોડામાં યોજાનાર કાર્યક્રમનો જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મોડી સાંજ સુધી કાર્યક્રમનો તખ્તો તૈયાર કરીને આખરી ઓપ અપાયો હતો.

ભાજપના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીડોર અને મંત્રી નરેશભાઈ પટેલ તેમજ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભિલોડા ધારાસભ્ય સ્વ. અનિલભાઈ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપમાં જોડાવાના હોવાથી સંગઠન દ્વારા મોડી સાંજ સુધી કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આખરી ઓપ અપાયો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનો તખ્તો તૈયાર કરાયો હતો જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને તમામ પાંખના કાર્યકરોની ઉપસ્થિતિમાં કેવલ જોષીયારા 1500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાવાના હોવાથી મોડી સાંજે સંગઠન દ્વારા કાર્યક્રમ નો આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...