કાર્યવાહી:મોડાસાના બોલુન્દ્રાની સીમમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે યુવતીને ગળામાં ચપ્પુ મારી દીધું

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાના ગાજણની યુવતીના લગ્ન પાદરમાં થયા હતા, ગાજણના શખ્સ સામે ગુનો

મોડાસાના પાદરની મહિલા પતિ સાથે બાઇક પર સાસરીમાં જતી હતી. તે દરમિયાન બોલુન્દ્રાની સીમમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા મોડાસાના ગાજણનો શખ્સ બાઇક પર આવી ચડી અને ગાળાગાળી કરી કહેવા લાગ્યો કે મેં તને કેટલી સમજાવી પણ તું ન માની તેમ કહીને શખ્સે તેની પાસે રહેલું ચપ્પુ મહિલાના ગળામાં મારતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા મોડાસા ખસેડાઇ હતી.

મોડાસાના ગાજણની 19 વર્ષીય યુવતીના 5 માસ અગાઉ તાલુકાના પાદરમાં લગ્ન થયા હતા. યુવતીને ગાજણનો મહેન્દ્રસિંહ પરમાર વારંવાર પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. પિયરમાં આવેલી મહિલાને તે કહેતો હતો કે હું તને પ્રેમ કરું છું અને તને મારી બનાવવા માગું છું તું મારી સાથે સંબંધ રાખ જો તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. દરમિયાન મહિલા અને તેનો પતિ બંને શનિવારે ગાજણથી નીકળીને બંને પાદર બાઇક પર જતા હતા.

તે દરમિયાન બોલુન્દ્રાની સીમમાં બાઇક પર આવેલો મહેન્દ્રસિંહ પરમાર રસ્તા વચ્ચે બાઇક આડી કરીને બંનેને ઉભા રાખી કહેવા લાગ્યો કે મેં તને કેટલી સમજાવી પણ તું ન સમજી કહી ચપ્પુ યુવતીના ગળામાં મારતાં મહિલા લોહી લુહાણ થઈ ગઈ હતી. જાનથી મારી નાખવાના ઇરાદે આ શખ્સે બીજો વાર કરે તે પહેલા મહિલાના પતિએ તેને પકડી લેતા અને બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતાં શખ્સ ભાગી છૂટ્યો હત. આ અંગે મહિલાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્રસિંહ વજેસિંહ પરમાર રહે . ગાજણ તા. મોડાસા વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...