ભિલોડાના જનાલીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંપાદિત જમીન મામલે બે સમુદાયો ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે. સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓ દ્વારા બંને સમુદાયના લોકોને સમજાવવાના પ્રયાસો કરતાં આંશિક સફળતા મળી હતી. પરંતુ જમીન મુદ્દે સંપૂર્ણ સમજાવટ ન થતા આંદોલનનાં ત્રીજા દિવસે પણ ભૂખ હડતાળ ચાલુ રહી હતી. એક સમૂદાય સંપાદિત જમીન પર દવાખાનું બનાવવા મક્કમ તો બીજો સમૂદાય અન્ય જગ્યાએ દવાખાનું બનાવવા ભૂખ હડતાળ પર ઉતર્યો છે.
જનાલીમાં પ્રા. આરોગ્ય કેન્દ્રનું મંજૂર થયેલ મકાનનું કામ ચાલુ ન કરતાંગ્રામજનો છેલ્લા ત્રણ દિવસથી ભૂખ હડતાળ ઉપર બેઠા છે. જ્યારે બીજી તરફ આ આરોગ્ય કેન્દ્ર માટે સંપાદિત જમીન ઉપર આરોગ્ય કેન્દ્ર ન બનાવવા માટે અન્ય સમુદાયના લોકો ભૂખ હડતાળ કરી રહ્યા છે. ત્યારે આ ગામમાં ગ્રામજનોમાં આરોગ્ય કેન્દ્રના નવીન મકાનને લઈ વિવાદ વકર્યો છે. એકજ ગામમાં આ મુદ્દે બે ભાગ પડી ગયા છે. એક સમુદાય સંપાદિત જમીનમાં જ આરોગ્ય કેન્દ્ર બને તે માટે ભૂખ હડતાળ ઉપર છે
જ્યારે બીજો સમુદાય સંપાદિત જમીનની જગ્યાએ અન્ય બીજી જગ્યાએ આરોગ્ય કેન્દ્ર બને તે માટે ભૂખ હડતાળ ઉપર છે ત્યારે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રશ્નને ગામજનોમાં બે ભાગલા પડી ગયા છે સ્થાનિક આગેવાનો દ્વારા આ મુદ્દે મધ્યસ્થી કરી વિવાદનો સુખદ અંત થાય તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ , ભિલોડા મામલતદાર ઝીલ પટેલ તેમજ સ્થાનિક જિલ્લા પંચાયત સદસ્ય નીલાબેન મડિયા સહિતના અગ્રણીઓ મધ્યસ્થી કરવા પહોંચ્યા હતા અને આ મુદ્દે બંને સમુદાયના લોકોને સમજાવવાના પ્રયાસો કરાયા હતા. જોકે આ સમજાવટમાં સ્થાનિક અગ્રણીઓને આંશિક સફળતા મળી હતી. તેમ છતાં મોડે સુધી જગ્યા અંગેના વિવાદનો અંત નહિ આવતા હાલ તો આંદોલન શરૂ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.