નોટિસ:મોડાસાની કાર્તિકેય સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ રહીશને પાલિકાએ નોટિસ આપી હતી
  • પ્લાન કરતાં માર્જિનની જગ્યામાં બાંધકામ કર્યુ હતું

મોડાસાની માલપુર રોડ ઉપરની કાર્તિકેય સોસાયટીમાં બિલ્ડિંગના પ્લાન કરતાં માર્જિનની જગ્યામાં બિનઅધિકૃત બાંધકામ કરતાં પાલિકા દ્વારા બિનઅધિકૃત કરાયેલ બાંધકામ 10 દિવસમાં દૂર કરવા સોસાયટીના રહીશને નોટિસ ફટકારી છે. મોડાસાની કાર્તિકેય સોસાયટીમાં પ્લોટ નંબર 15 બી અને 16 બી ના રહેણાંક હેતુ બાંધકામ મંજૂર થયેલ બિલ્ડીંગ પ્લાન કરતાં માર્જિનની જગ્યામાં વધારાનું બિનઅધિકૃત બાંધકામ નગરપાલિકાને ધ્યાનમાં આવતા પાલિકાએ અગાઉ પણ ઉપરોક્ત પ્લોટ માલિકને દબાણ દૂર કરવા તાકીદ કરાઇ હતી.

જોકે સમયમર્યાદામાં માર્જિનની જગ્યામાં બિન અધિકૃત રીતે કરાયેલ બાંધકામ દૂર ન કરતાં પાલિકા દ્વારા સોસાયટીના રહીશને 10 દિવસમાં બિન અધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ દ્વારા તાકીદ કરાઈ છે અને જો આ બાંધકામ દૂર નહીં કરાય તો પાલિકા આ બાંધકામ દૂર કરશે ધરાશે અને તેનો તમામ ખર્ચ રહીશ પાસેથી વસૂલવા માટે તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...