લોકોની ઉંઘ હરામ:રાજ્ય વકફ બોર્ડ દ્વારા મોડાસાના 27 મિલકત ધારક કબજેદારોને નોટિસ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસાની પીર દરિયાઈ સાહેબ બી 90 સંસ્થાની 42 એકર જમીનમાં કબજાના મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત થતા લોકોની ઉંઘ હરામ થઈ

પીર દરિયાઈ સાહેબ વકફ મોડાસા બી 90 સાબરકાંઠા સંસ્થાની 42 એકર જમીનમાં આવેલી મિલકતોના કબજેદારોને મિલકત ધારણ કરવાના મામલે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા નોટિસ ફટકારવામાં આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પીર દરિયાઈ સાહેબ વકફ સંસ્થાની જમીન ઉપરના કબજેદાર મોડાસા કોલેજ કેમ્પસ તેમજ સોસાયટીઓ તેમજ ખુલ્લી જમીન ઉપર કબજો ધરાવતા 27 કબજેદારોને મિલકત ધારણ કરવાના મામલે દિન સાતમાં ખુલાસો કરવા નોટિસ ફટકારવામાં આવી છે. તદુપરાંત કલેક્ટરને પણ રજૂઆત કરાઈ છે.

પીર દરિયાઈ સાહેબ વકફ મોડાસા બી 90 સાબરકાંઠા સંસ્થા ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં રજીસ્ટર થયેલ છે આ સંસ્થાના નામે અગાઉ ઈસ્લામી શરિયત અને વકફ મુજબ મોડાસા ધનસુરા રોડ ઉપર 42 એકર જમીન જુદા જુદા સાત ખેતરો રજીસ્ટર થયેલા હોવાનો અરજદાર દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં આક્ષેપ કરી લેખિતમાં રજૂઆત કરાઈ હતી. આ જમીન ઉપર મોડાસા કોલેજ કેમ્પસ તેમજ જુદી જુદી સોસાયટીનું નિર્માણ થયું હોવાથી આ જમીનનો કબજો કઈ રીતે કરવામાં આવ્યો હોવાનો ખુલાસો પણ અરજદાર દ્વારા બોર્ડમાં માગવામાં આવ્યો છે.

જેના પગલે રાજ્ય વકફ બોર્ડ પીર દરિયાઈ સાહેબ મોડાસા b90ની મિલકતમાં કઈ રીતે મિલકત ધારકો એટલે કે કબજે ધારકો બન્યા તે અંગેના આધાર પુરાવા દિન સાતમાં રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવતા શહેરમાં લોકોની નિંદ હરામ થઈ છે.

5 પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારી
ઉપરોક્ત દર્શાવેલ વકફ મિલકતના રેવન્યુ રેકર્ડમાં આપના નામ કઈ રીતે દાખલ થયા
વકફ મિલકત અંગે કયા કયા વ્યવહારો થયા
વકફ મિલકત ની હાલની સ્થિતિ અને તે અંગે ના ફોટા રજૂ કરવા
વકફ મિલકતમાં આપ કેટલા સમયથી કબજો ધરાવો છો
વકફ મિલકત અંગે કોઈ દાવાદૂવી પડતર હોય તે અંગેની માહિતી રજૂ કરવી

અન્ય સમાચારો પણ છે...