એસ.ટી વિભાગમાં હડકંપ:મોડાસા હંગામી ST ડેપોનું 8 માસનું ભાડું સહકારી જીનને ન ચૂકવતાં નોટિસ અપાઇ

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયત કરેલ ભાડું 15મી ઓક્ટોબર સુધીમાં નહીં ચૂકવાય તો હંગામી બસ સ્ટેન્ડ બંધ કરાશે

મોડાસા સહકારી જીન સાથેના કરાર મુજબ છેલ્લા 8 માસથી નિયત કરેલ ભાડું આગામી 15 મી ઓક્ટોબર સુધીમાં નહિ ચૂકવાય તો હંગામી બસ સ્ટેન્ડ બંધ કરાશે એમ જિનના ચેરમેન તેમજ મેનેજર દ્વારા એક નોટિસ જાહેર કરીને તાકીદ કરાઇ છે. જિલ્લા સહકારી જીન સત્તાવાળાઓ દ્વારા એસટી ડેપોમાં જાહેર નોટિસ દ્વારા જાણ કરાતાં એસ.ટી વિભાગમાં હડકંપ મચી ગયો હતો.

ધી મોડાસા સહકારી જીન મિલ લી. મોડાસાના ચેરમેન-મેનેજર દ્વારા એસટી વિભાગને નોટિસ દ્વારા જણાવાયું છે કે આ તાકીદની છેલ્લી નોટિસ આપી જાહેર ચેતવણી આપીએ છીએ કે સહકરી જિન સંસ્થાએ હંગામી સ્ટેશન તા. 10-12-2020ના રોજ બે વર્ષની મુદત માટેનો ભાડા કરાર કરેલ છે.

જે કરારની શરતો મુજબ ભાડુ એડવાન્સ ચુકવવાનું રહેશે જે શરતોનો ભંગ થતાં ભાડે રાખનાર વ્યાપનીલ ટર્મિનલ મોડાસાપ્રા. લી.ને નોટિસ આપવામાં આવી હતી છતાં એની પણ અવગણના થતાં આખરી નોટિસ આપીને સહકારીજીન સત્તા વાળાઓ દ્વારા તાકીદ કરાઇ છે કે આ નોટિસ અંગે કોઈ પ્રત્યુતર કે છેલ્લા આઠ માસનું ભાડુ ભાડે રાખનાર દ્વારા પુરુ ભાડું ચૂકવી આપવા માટે તા. 15/20/2022 ના રોજ બપોરે ચાર કલાક સુધીમાં તા.31/10/2022 સુધીનું એડવાન્સ ભાડુ ચૂકવવા માટે જણાવવામાં આવ્યું છે.

અન્યથા ઉપરોક્ત સમય બાદ હંગામી બસ સ્ટેશનનું છેલ્લા આઠ માસનું ભાડુ ચુકવવામાં નહી આવે તો, ધી મોડાસા સહકારી જીનના કાર્યવાહકો દ્વારા જીનની માલિકીની જગ્યા બંધ કરવામાં આવશે અને મુસાફરોને પડનારી મુશ્કેલી માટે સંસ્થા જવાબદાર રહેશે નહી તેવું નોટિસ દ્વારા તાકીદ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...