ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળવાનો ભય:મોડાસા શહેરના વોર્ડ નંબર-5 ના કાજીવાડા વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

કોઈપણ શહેર હોય કે ગામ તેમાં દરેક વિસ્તારમાં સફાઈ થાય પાણીનો યોગ્ય નિકાલ થાય ગંદકી કે પ્રદુષણ ના થાય આ તમામ જવાબદારી ગ્રામ પંચાયત કે નગરપાલિકાની હોય છે. ત્યારે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર - 5 માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.

મોડાસા નગરપાલિકાના વોર્ડ નં - 5 ના કાજીવાડા વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારના રહીશોના વપરાશનું જે ગંદુ પાણી નીકળે છે તે પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી. આ વિસ્તારના રહીશોનું વપરાશનું ગંદુ પાણી જાહેર રોડ પર ફેલાય છે. જાહેર રસ્તા પર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ફળિયામાં નદી વહેતી હોય એવું લાગી રહ્યું છે. આ ગંદા પાણીના ભરાવાના કારણે દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે. જેના કારણે આ વિસ્તારના લોકો નાના ભૂલકાઓમાં બીમારીનું સામ્રાજ્ય રહેવાની સંભાવના રહેલી છે. ત્યારે પાલિકામાં સ્થાનિકોએ અનેક વખત રજુઆત કરી છે. પણ તંત્ર દ્વારા આ વિસ્તારના ગંદા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ વિસ્તારના રહીશોને મોટી બીમારીના ભોગ ના બનવું પડે અને ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય એમ સ્થાનિક લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...