નુકસાન:મોડાસા અને માલપુર પંથકમાં નીલગાયના ઝૂંડે પાકનો સફાયો કર્યો

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીલગાયના ઝૂંડોના ત્રાસથી ખેડૂતોના વગડામાં ધામા

મોડાસા અને માલપુર પંથકમાં પિયતવાળા વિસ્તારોમાં ખેડૂતોએ કપાસ અને મગફળીની વાવણી શરૂ કરતાં પાક ઉગી નીકળતાની સાથે નીલગાયના ઝૂંડ પાકમાં ઉતરી પડી ને ભેલાણ શરૂ કરતાં ખેડૂતોની હાલત કફોડી થઇ પડી છે. ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતોને વગડા માથામાં નાખવાની નોબત આવી છે.

દિવસે અને સાંજે નીલગાયના ઝૂંડોએ પાકનો સફાયો કરતા હોવાથી ખેડૂતોને વગડામાં ધામા નાખવાની ફરજ પડી છે. કડવા પાટીદાર સમાજના અગ્રણી ઉભરાણના મોહનભાઈ કોદરભાઈ પટેલ અને બાયડ તાલુકાના ગાબટના પ્રકાશભાઈ અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાકોની વાવણી કરી નથી અને જમીનનો સૂકી ભટ દેખાતી હોવાથી નીલગાયના ઝૂંડ પિયત વાળા વિસ્તારોમાં ઊગી નીકળેલા કપાસ અને મગફળીના પાકમાં નુકસાન કરી રહ્યા છે.

નીલગાયના ઝૂંડ એટલા આક્રમક બન્યા છે કે ખેડૂત જ્યારે તેને ભગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે નીલગાયના ઝૂંડ માં રહેલો નીલ ખેડૂતો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરતા ખેડૂતો પાકને બચાવવા લાચાર દેખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...