નેત્રમ ટીમની કામગીરી:મોડાસામાં રામપાર્ક નજીકથી ગુમ બાઇક નેત્રમ શાખાએ શોધી

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓટો કન્સલ્ટન્ટની દુકાનમાંથી ટેસ્ટ ડ્રાઇવ કરવાનું કહી અજાણ્યો શખ્સ લઇ ગયો હતો

મોડાસામાં ન્યૂ ભારત ઓટો કન્સ્લન્ટન્ટમાં ટેસ્ટ ડ્રાઇવનું કહી અજાણ્યો શખ્સ બાઇક લઇ જતાં ઘણો સમય વિતવા છતાં પરત ન આવતાં નેત્રમ શાખાની મદદ લેવાતા બાઇક રામપાર્ક પાસેથી મળતાં માલિકને પરત કરાઇ હતી.

મોડાસામાં ન્યૂ ભારત ઓટો કન્સલ્ટની દુકાનમાં બાઇક નંબર GJ 09 CK 8162 અજાણ્યો શખ્સ મારે બાઇક ખરીદવું છે કહી બાઇકની કિંમત નક્કી કરી ટેસ્ટ ડ્રાઇવ માટે બાઈક બજારમાં લઇ ગયો હતો. જે અડધો કલાક વિતવા છતાં પરત ન આવતાં નેત્રમ શાખામાં જાણ કરતાં નેત્રમ ટીમ દ્વારા અરજદાર પાસેથી ફૂટેજ ચેક કરવા પ્રાથમિક માહિતી એકત્ર કરી CCTV ચકાસવાની કામગીરી હાથ ધરતાં અજાણ્યા શખ્સ દ્વારા બાઇક ડુગરવાડા ચોકડી થઇ અમરદીપ જૂની RTO તરફ જતા તપાસ કરતાં બાઇક જૂની RTO થી રામપાર્ક પાસેથી મળી આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...