રિક્ષા ચાલકની ઇમાનદારી:મોડાસામાં રિક્ષામાં ભૂલી ગયેલ પ્લમ્બિંગનો સામાન નેત્રમ શાખાએ શોધી પરત અપાવ્યો

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર્ડવેરની દુકાનમાંથી સામાન ખરીદી શખ્સ ભૂલી ગયો હતો

મોડાસામાં રિક્ષામાં ભૂલ થી રહી ગયેલ પ્લમ્બિંગનો સામાન CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ ની મદદથી ગણતરીના કલાકોમાં શોધી મૂળમાલિકને પરત કર્યો હતો. મોડાસા શહેરની હાર્ડવેરની દુકાનમાંથી ચમાર કમલેશભાઇ રેવાભાઇ પ્લમ્બિંગ નો સામાન ખરીદી કરીને રિક્ષામાં મૂકી ભૂલી ગયા હતા અને તેઓ ઘરે નીકળી ગયા હતા. આ બનાવ અંગે નેત્રમ શાખામાં અરજી આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા નેત્રમ ખાતે મોડાસા શહેરના વિવિધ વિસ્તારમાં લાગાવેલ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.પોલીસે ICMS સોફ્ટવેરની મદદથી ફૂટેજ ચકાસણી દરમ્યાન CCTV ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરી રિક્ષાનો નંબર GJ31X0697 શોધી કાઢવામાં આવ્યો હતો. આ બાબતે નેત્રમ શાખા દ્વારા રિક્ષા ચાલકનો સંપર્ક કરતાં તેમના દ્વારા ઇમાનદારીપુર્વક પ્લમ્બિંગ નો માલિકને મૂળમાલિકને પરત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...