કામગીરી:મોડાસા શહેરમાંથી ચોરાયેલું બાઇક નેત્રમ શાખાએ ઝાલાના મુવાડામાંથી બિનવારસી હાલતમાં શોધી કાઢ્યું

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા પાસે પહાડપુરાના યુવકનું બાઇક બેંક આગળથી ચોરાયું હતું

મોડાસા પાસેના પહાડપુરનો યુવાન બાઇક લઈ મોડાસા આઇડીએફસી ફર્સ્ટ બેંકમાં કામકાજ અર્થે આવ્યો હતો. દરમિયાન તેનું બાઇક ચોરાઈ ગયું હતું અને નેત્રમ અરવલ્લીની મદદથી સીસીટીવી ફૂટેજની મદદથી બાઇક મોડાસાના ઝાલાના મુવાડા પાસેથી બિનવારસી હાલતમાં શોધી કાઢયું હતું.

પહાડપુરનો ખાંટ રાહુલકુમાર નરસિંહભાઇ પોતાની બાઇક લઇ મોડાસા ડુગરવાડા નજીક પૂજારા ટેલીકોમ પાસે પાર્ક કરી IDFC FIRST BANK માં કામ અર્થે ગયા હતા. પરત ફરતા પાર્કિંગમાં બાઇકન જોવા ન મળતાં તેણે બાઇકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

આ અંગે તેણે નેત્રમ શાખા, અરવલ્લીને જાણ કરતાં નેત્રમ ટીમ દ્વારા બાઇક ચાલક પાસેથી ફૂટેજ ચેક કરવા માટે પ્રાથમિક માહિતી એકત્ર કરી CCTV ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરી હતી. ફૂટેજ ચકાસણી દરમ્યાન કોઇક અજાણ્યા વ્યક્તિ દ્વારા બાઇક નંબર GJ09CF9574 લઇ ડુગરવાડા ચોકડી થઇ અમરદીપ જૂની RTO તરફ જતા જણાઇ આવ્યો હતો.

ત્યાર બાદ વધુ તપાસ અર્થે જૂની RTO આસપાસના સ્થળોએ ચેક કરતા મોટર સાયકલ ઝાલાના મુવાડા પાસેથી બિનવારસી મળતાં ગુમ બાઇક નેત્રમ શાખા દ્વારા મૂળ માલિકને પરત કરાયું હતું બાઇક માલિકે નેત્રમ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. ચૌધરી અને સ્ટાફના મિતુલ કુમાર અને જૂનિયર એન્જીનીયર વિશાલ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...