ભત્રીજાએ કાકા-કાકી પર કર્યો હુમલો:મોડાસાના ટીંટોઇ ગામે પાણી ઢોળવા જેવી નજીવી બાબતે ભત્રીજાએ સગા કાકા-કાકીને માર મારી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી

અરવલ્લી (મોડાસા)17 દિવસ પહેલા

હાલ સામાન્ય બાબતમાં પણ ઉશ્કેરાટમાં આવી હુમલાઓ કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી ઘટનાઓ પર અંકુશ જરૂરી છે. ત્યારે આવી જ એક ઘટના મોડાસાના ટીંટોઇ ગામમાં સામે આવી છે. ટીંટોઇના પ્રજાપતિ વાસમાં કુટુંબીજનો બધા એક ફળિયામાં રહે છે, ત્યારે આ ફળિયાના મકાનમાં એક દંપત્તી રહે છે. પતિને દુકાન છે અને પત્ની ઘરનું અને ખેતરનું કામ કરે છે. બે પુત્રો બહાર નોકરી અર્થે છે. જ્યારે પાડોસમાં રહેતા ભત્રીજાએ પાણી ઢોળવાની નજીવી બાબતે કાકા-કાકી ઉપર હુમલો કર્યો હતો.

બંનેને સારવાર અર્થે મોડાસા ખસેડાયા
ટીંટોઇ ગામમાં પ્રજાપતી વાસમાં રહેતા ભત્રીજાની નજર કાકાની મિલકત પર હતી. જેથી ભત્રીજાએ કાકાના આંગણામાં અને તેના ઘર આગળ જાણી જોઈને ચાર ડોલ પાણી ઢોડ્યું અને પછી કાકી અમારા ઘર આગળ પાણી ધોળે છે એમ કહી કાકાની દુકાને લડવા ગયો હતો. જેથી બંને ઘરે આવ્યા અને કાકા કાકીને કાઈ વાત કરે એ પહેલાં જ લાકડી વડે બંને પતિ-પત્ની પર ભત્રીજાએ હુમલો કર્યો હતો. કાકીને મૂઢ માર માર્યો અને કાકાને હાથના ભાગે માર મારી ઇજા પહોંચાડીને ભત્રીજો ફરાર થઇ ગયો હતો. ત્યારે કાકા-ભત્રીજા વચ્ચેની બોલાચાલીનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો આવી ગયા હતા અને 108 મારફતે બંનેને સારવાર અર્થે મોડાસા ખસેડાયા અને સમગ્ર ઘટનાની જાણ મોડાસા પોલીસને કરી પોલીસે સમગ્ર બાબતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...