કચરો નાખવા બાબતે મારામારી:પાડોશીઓનો મહિલા, તેની માતા અને પુત્રી પર હુમલો, 4 સામે ગુનો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડાના લીલછામાં ઘર આગળ કચરો નાખવા બાબતે મારામારી
  • ચારેય જણાં લાકડીઓ અને પથ્થરો લઇ તૂટી પડતાં ઘાયલ થયા

ભિલોડાના લીલછામાં ઘર આગળ કચરો નાખવા બાબતે બે મહિલાઓ વચ્ચે ઝઘડામાં વિધવાને માથામાં પાઈપ મારીને અને તેની માતાને પથ્થર વડે મારમારીને તેમજ તેની પુત્રીને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બે મહિલાઓ સહિત ચાર લોકો વિરુદ્ધ ભિલોડા પોલીસમાં ગુનો નોંધાયો હતો. લીલછામાં સવારે વિજયાબેન પ્રજાપતિ બાજુના રમીલાબેન પ્રજાપતિના ઘર આગળ કચરો ફેંકતા તેમણે કચરો ફેંકવાની ના પાડતાં બંને વચ્ચે બોલાચાલી દરમિયાન ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઝઘડામાં રાકેશભાઈએ પાઇપ રમીલાબેનને માથામાં મારી હતી.

દરમિયાન આ ઝઘડામાં દોડી આવેલા તેમના માતા મણીબેનને પણ કમરના ભાગે પથ્થર મારીને ઈજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમ થતાં દોડી આવેલી મહિલાની દીકરી સાવિત્રીબેન ને પણ ગડદાપાટુનો મારમાર્યો હતો. પડોશી બે મહિલાઓ અને બે શખ્સોએ જાનથી મારી નાખીશુંની ધમકી આપતા રમીલાબેન પ્રજાપતિએ ભિલોડા પોલીસમાં વિજયાબેન રાકેશભાઈ લખાભાઇ પ્રજાપતિ, રાકેશભાઈ લાખાભાઈ પ્રજાપતિ, પ્રવિણભાઈ લાખાભાઈ પ્રજાપતિ અને ભાવનાબેન પ્રવીણભાઈ પ્રજાપતિ તમામ રહે. લીલછા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...