જોરશોરથી પ્રચાર કાર્યનો પ્રારંભ:મોડાસા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર પ્રચાર પ્રયારના શ્રી ગણેશ કર્યા; રાજેન્દ્રસિંહે જીતની હેટ્રિક નોંધાવતો વિશ્વાસ વ્યક્ત કર્યો

અરવલ્લી (મોડાસા)20 દિવસ પહેલા

અરવલ્લી જિલ્લાની 31 મોડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા જંજાવાતો પ્રચાર શરૂ કારાયો. કોંગી ઉમેદવારોએ ગામડે ગામડે પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. ત્યારે મોડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં મતદારો દ્વારા સારો આવકાર મળી રહ્યો છે.

અરવલ્લી જિલ્લાની ત્રણે બેઠકો બે ટર્મથી કોંગ્રેસ હસ્તક છે. ત્યારે જિલ્લામાં ત્રીજી વખત પણ ત્રણેય બેઠકો કોંગ્રેસ જાળવી રાખે તે માટે પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું છે. 31 મોડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ત્રીજી વખત પાર્ટીએ રાજેન્દ્રસિંહ ઠાકોરના નામ પર પસંદગી ઉતારી છે. ત્યારે કોંગી ઉમેદવારોએ ગામડે ગામડે પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. ત્યારે મોડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં મતદારો દ્વારા સારો આવકાર મળી રહ્યો છે.

ઠેર ઠેર તિલક, ફુલહાર અને હાથમાં શ્રીફળ આપીને ઉમેદવારનું સ્વાગત કરવામાં આવે છે. ત્યારે રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, બે ટર્મ સુધી ધરાસભ્ય તરીકે રહ્યો છું. ત્યાં સુધી આખા મત વિસ્તારના તમામ મતદારોનું જે કાંઈ કામ હશે તે કામ પૂર્ણ કર્યા છે. અને તમામ મતદારોનો પ્રેમ સંપાદન કર્યો છે. ત્યારે જંગી બહુમતીથી વિજય થશે અને મોડાસા વિધાનસભા બેઠક પર વિજયી હેટ્રિક નોંધાવશે. તેમ રાજેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...