મોડાસામાં AAPનો ભવ્ય રોડ શો:ધનસુરામાં 'આપ'ના ઉમેદવારના પ્રચાર અર્થે સાંસદ રાઘવ ચઢ્ઢા મેદાને; મોટી સંખ્યામાં જનમેદની ઉમટી

અરવલ્લી (મોડાસા)7 દિવસ પહેલા

હાલ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર કાર્ય વેગવંતુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ પછી ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી પણ સક્રિય બની છે. ત્યારે ધનસુરા ખાતે સાંસદ રાઘવ ચઢ્ઢા દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો.

હમારી સીધી ટક્કર ભાજપ સાથે છેઃ રાઘવ ચઢ્ઢા
મોડાસા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારના પ્રચાર અર્થે આપના સંસદ રાઘવ ચઢ્ઢા દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઊંઘ ઉડાડતી જનમેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં સંસદ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, હમારી સીધી ટક્કર ભાજપ સાથે છે, કોંગ્રેસ તો દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નથી. મોડાસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે યુવા ભાજપના પેજ સમિતિ અને પેજ પ્રમુખ હાલ યથાગ મહેનત કરી રહ્યા છે. ત્યારે આ ભાજપ માટે ચોંકાવનારું નિવેદન કહેવાય.

અન્ય સમાચારો પણ છે...